ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં એક અવાવરૂ કુવારીમાંથી નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજીયા, અતુલ વસાવા, વિનોદ વસાવાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અજગરને રેસ્ક્યુ કર્યો હતો. સેગવા ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવારીમાં એક ખેડૂતને અજગર દેખાતા તેઓએ ગામના પુર્વ સરપંચ ગુલામભાઈને જાણ કરી હતી. ગુલામભાઈએ વન વિભાગને જાણ કરતા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યો મુબારક પટેલ તેમજ અન્ય ત્રણ સદસ્યોએ ખેતરમાં પહોંચી જઈ અજગર ના રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી. આશરે પાંચ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત જગ્યાએ મુક્ત કરી દેવાશે એમ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય જયેશ કનોજિયાએ જણાવ્યું હતું. અજગરને નિહાળવા ગ્રામજનો એકત્ર થયા હતા…
Next Post
ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ
Mon May 23 , 2022
ભરૂચ જીલ્લામાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ અંતર્ગત કુલ-૨૩૨૩૮ લાભાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃસોમવારઃ- તા.૨૨/૦૫/૨૦૨૨ નાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, ૧૨ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૧૭ વર્ષના, ૧૮ થી ૪૪ વર્ષના, ૪૫ […]
You May Like
-
3 years ago
ઝઘડિયાના રાણીપરા ગામે યુવાન પર મગરનો હુમલો