ભરૂચ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી, ગુજરાતી માધ્યમની જુદી જુદી શાળાઓ, આઈ.ટી.આઈ. અને ગીફટેડ–30 ધ્વારા 30 જેટલી ઇનડોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરાયું હતું. મુન્શી સંકુલના રમતોમાં આશરે 350 જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 50 મીટર, 100 મીટર દોડ, રીલે દોડ, કબડી, ખોખો, રસ્સા ખેંચ, બેડમિન્ટન, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્રફેંક, બરછી ફેંક, કિક્રેટ વગેરે જેવી રમતો યોજાઈ હતી. દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્રિતિય ક્રમ આપવામાં આવ્યા હતા. સાથે જ સ્કુલ ધ્વારા માનવ પીરામીડ રજુ કરાયા હતા. વિવિધ રમતોની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનભાવોના હસ્તે મેડલ એનાયત કરાયા હતાં.આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઐયુબ અકુજી, દિલાવરજી, ઈબ્રાહીમ સાલેહ ખાન, યુનુસભાઈ, નિશારભાઈ તથા મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. સુહેલભાઈ, કારોબારી સભ્ય સલીમભાઈ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહયા હતા. અંતે વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને ટ્રોફી એનાયત કરી, તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.
ભરૂચ મુન્શી મનુબરવાલા સ્કૂલમાં 30 ઇનડોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરાયું
Views: 52
Read Time:1 Minute, 42 Second