0
0
Read Time:1 Minute, 4 Second
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતો 36 વર્ષીય સંજય સુનિલભાઈ વસાવા સોમવારે નર્મદા નદી કિનારે મણી ઘાટ ખાતે પાણી ભરવા ગયો હતો. બપોરે 3 વાગ્યાના સુમારે યુવાન પાણી ભરી રહ્યો હતો તે દરમિયાન નદીમાંથી એકાએક મગરે તેના ઉપર હુમલો કરતા તેણે બુમરાણ મચાવી હતી.મગરે યુવાનનો પગ મોઢામાં લઈ લેતા તેને છોડાવવામાં બન્ને હાથે પણ મગરના દાંત વડે ઇજાગ્રસ્ત થયો હતો. સંજયની બચાવવા માટેની બુમરાણો સાંભળી નજીક રહેલા લોકો દોડી આવ્યા હતા. તુરત મગરને લોકોએ ભગાડવાનો પ્રાયસ કરવા સાથે મગરના મોતના મુખમાંથી યુવાનને ઉગારી લેવાના પ્રયાસો કરતા આખરે સંજયનો જીવ બચાવી શકાયો હતો. ઇજાગ્રસ્ત સંજયને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.