પોલીસને અગાઉ થીજ કાર્યકર્મની જાણ હતી એટલે પહેલાથી સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમ છતાં આશાવર્કર બહેનો દ્વારા બંદોબસ્તમાં તૈનાત પોલીસને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમ્યાન પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે સામાન્ય ઘર્ષણના બનાવો બન્યા હતા. એક અંદાજ પ્રમાણે પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણી થી 500 અને અક્ષરધામ પાસેથી એકત્ર થયેલી બહેનોની અટકાયત કરી હતી. ગાંધીનગરમાં આશાવર્કર બહેનો અને પલીસ વચ્ચે સમગ્ર દિવસ દરમ્યાન લૂપાછુપી નો ખેલ ખેલાયો હતો.
ગાંધીનગરમાં આશાવર્કર બહેનોએ કર્યો શક્તિ પ્રદર્શન, કાયમી કરવા, ઇન્સેટીવ વધારવા સહીતની વિવિધ માંગણીઓને લઈ રેલી યોજી! પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે ઘર્ષણ, 750 થી વધુની અટકાયતઆશાવર્કર બહેનો એકત્ર થઈ ઘણા સમયથી પોતાના હકની માંગણીઓને લઈ સરકાર સામે આંદોલન કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે સરકાર તેમની પડતર માંગણીઓ પ્રત્યે નિરાકરણ લાવતી નથી.આજના મોંઘવારીના સમયમાં નજીવા ઈન્સેન્ટિવમાં ઘર ચલાવવું ખુબ મુશ્કેલ છે.લઘુતમ વેતન જેટલું પણ મહેનતાણું આપવામાં આવતું નથી. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ આશાવર્કર બહેનોને દૈનિક માત્ર 33.33 રૂપિયા અને આશા ફેસિલિટેટર બહેનોને માત્ર 17 રૂપિયાનું મહેનતાણું ચૂકવાયું હતું. જેથી ગાંધીનગર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈ સત્યાગ્રહ છાવણીએ એકઠા થઈ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ઘડ્યો હતો. જોકે કાર્યક્રમને મંજૂરી નહી મળતા તેઓ તેમાં સફળ રહ્યા ન હતા.
*શુ શુ પડતર માંગણીઓ હતી આશાવર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોની*
*ઈન્સેન્ટિવ જેવી શોષણ કરતી પ્રથા બંધ કરી આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સાતમા પગાર પંચ મુજબ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવે*
*વર્ગ ચારનું રેગ્યુલર મહેકમ ઉભું કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે*
*પ્રસુતીના સમય ગાળા દરમ્યાન સરકારી કર્મચારી મહિલાઓની માફક 180 દિવસની પગાર સહીતની મેટરનીટી લીવ આપવામાં આવે*
*45 વર્ષ કરતા વધુ ઉમરના બહેનોને પણ પેન્શનની યોજનામાં જોડવામાં આવે*
*બહેનોને તેમની કામગીરી અભ્યાસ અને અનુભવના આધારે એચ. એફ. ડબલ્યું તરીકેનું પ્રમોશન આપવામાં આવે*