અંકલેશ્વર DPMC ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ફાઈટરો અને સ્ટાફ ગુરૂવારે પગાર વધારો, ઇન્ક્રીમેન્ટ, પગાર સ્લીપ, મેડિકલેઇમ સહિતની માંગણીઓ સાથે વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ઔદ્યોગિક એકમોમાં અંકલેશ્વર અને પનોલીમાં સર્જાતી ઘટનામાં જાનમાલની સુરક્ષા માટે સતત દોડતા અને આગ ઉપર કાબુ મેળવતા અંકલેશ્વર DPMC ના કર્મચારીઓ ગુરૂવારે ઈન્ડસ્ટ્રીઝ એસોસિયશનની ઓફીસ પર સ્ટ્રાઈક પર ઉતર્યા હતા. પગાર ધોરણ વધારવા, પગાર સ્લીપ આપવા, ઇન્ક્રીમેન્ટમાં વધારો કરવા, મેડિકલેઇમનું સુરક્ષા કવચ અને જાહેર રજાઓ ઉપર ડોહળો પગારની તેઓની મુખ્ય માંગો હતી.DPMC ના કર્મચારીઓ પગાર ધોરણ વધારવા માટે હડતાલ ઉપર ઉતરતા એજન્સીમાં દોડધામ મચી ગઇ હતી. ડીપીએમસીમાં કામ કરતા કોન્ટ્રાકટર સમક્ષ રજુઆત કરતા દુર્ગા ફાયર નામક કોન્ટ્રાકટર ડીપીએમસી ફાયર સ્ટેશન પર આવી કર્મચારી સાથે વાતચિત કરી હતી.કર્મચારીઓના પગારમાં અમુક ઉમેરો કરતા કર્મચારીઓને રાહત ન મળતા તેવો અંકલેશ્વર એસોિયેશનની ઓફીસ પર રજૂઆત કરવા પોહોચ્યા હતા.જોકે અંકલેશ્વર એસોસિયશનનાં કોઈ અધિકારી ન મળતા તેવો એસોસિયશનની ઓફીસની બહાર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. કર્મચારીઓની 5 માગ પૂરી કરવા રજૂઆત કરી હતી. અંતે પગાર વધારવાની માંગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓની વીજળીક હડતાલ સમેટાઈ હતી.
અંકલેશ્વરના ફાયર કર્મીઓની વીજળીક હડતાળ, માગ સંતોષાતાં જ સમેટાઇ ગઇ
Views: 68
Read Time:1 Minute, 54 Second