અંકલેશ્વરમાં ફરી જુનાકાંસિયા ગામે દીપડા એ ગાયના તબેલાં પર હૂમલો કરતાં એક ગાયનું મોત થયું છે જયારે બીજી એક ઘાયલ થઇ છે. ઘટના બાદ પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળીરહયો છે. આ વિસ્તારમાંછેલ્લા ઘણા સમયથીદિપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયેલો છે. થોડા સમયપહેલાં એક દિપડો પાંજરેપુરાતાં લોકોએ હાશકારો લીધોહતો પણ ફરી બનેલાં બનાવથીલોકોમાં ચિંતા પેસી છે.અંકલેશ્વર તાલુકાનાપૂર્વ પટ્ટીના ગામો માં દીપડાનોઆતંકયથાવતરહ્યો છે.તાજેતરમાં જ ખૂંખાર દીપડોઅમરતપુરા ગામથી પકડાયાબાદ ગ્રામજનોએ થોડોરાહતનો દમ લીધો હતો.લોકોને માંડ હાથ થઇ હતી ત્યાંગત રોજ જુના કાંસીયા ગામખાતે દીપડો પુનઃ માનવવસાહત નજીક આવી ઘરઆંગણે તબેલા માં બાંધેલ ગયોપર હુમલો કર્યો હતો. જે એકગાય માતાનું મોત નીપજ્યું હતું.તો એક ગાય ગંભીર રીતેઘાયલ થઇ હતી. આ ઘટનાનીજાણ વન વિભાગ ને કરવામાંઆવતા સ્ટાફ અને સ્થાનિકોસ્થળ પર દોડી આવ્યા હતાઅને નિરીક્ષણ કર્યું હતું. જેમાંદિપડાના પંજા ના નિશાનમળ્યા હતા હતાં. કાસીયાતેમજ જુના કાંસિયા ગામેદિપડાને ઝડપી પાડવા માટેપાંજરા મુક્યા હતા.ગામમાંઅગાઉ દિપડાએ શ્વાનનું મારણ કર્યું હતું. ગ્રામજનોસહિત ખેડૂતોને રાતના સમયેજ દીપડો શિકાર કરવાનીકળતો હોવાથી રાતે અનેવહેલી સવારે બહાર નહીંનીકળવા સાથે 5થી વધુલોકોએ સમૂહમાં જ બહારનીકળવા અપીલ કરી છે. નર્મદા કાંઠા વિસ્તારમાં ત્રણદીપડાઓની હાજરી નોંધાઇ છેઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં દીપડાઓની વસતીમાંઝડપથી વધારો થઇ રહયો છે અને હાલ શેરડી કપાઇ જવાથી ખેતરોનુંઆશ્રય સ્થાન છીનવાઇ જતાં દિપડાઓ માનવ વસાહતો તરફ આવીરહયાં છે. દીપડાઓએ અંકલેશ્વરના નર્મદા કિનારાના વિસ્તારને નવોવસવાટ બનાવી લીધો છે. આ વિસ્તારમાં 3 દીપડાઓની હાજરી વનવિભાગે નોંધી છે. નદી કિનારે ખોરાક અને પાણી સરળતાથી મળીરહેતાં હોવાથી દીપડાઓ હવે અહીં વધી રહયાં છે.
અંકલેશ્વર: જૂના કાંસિયા ગામે દીપડાનો ગાયોના તબેલા પર હુમલો, એક ગાયનું મોત, પૂર્વ પટ્ટીના ગામોમાં ફરી ભયનો માહોલ
Views: 53
Read Time:2 Minute, 40 Second