કોર્ટે પણ સમર્થન કર્યું
બેન્કના નિયમ પ્રમાણે ATM કાર્ડ તબીદીલપાત્ર નથી. અને તેનો ઉપયોગ કાર્ડ માલિક અથવા કાર્ડ હોલ્ડર સિવાય બીજું કોઇ કરી શકે નહી.
બેંગલોરમા એક પ્રસુતા એ પોતાનું કાર્ડ પોતાના પતિને પીન નંબર સાથે આપ્યું. પતિએ ATM મા જઇને ૨૫૦૦૦/- રુપિયા માટે ATM કાર્ડને સ્વાઇપ કર્યું. મશીનમાંથી ખાતામાંથી પચીસ હજાર બાદ થઇ ગયા તેવી સ્લીપ નીકળી પરંતુ રકમ મળી નહી.
બેંકમા ફરિયાદ કરવામાં આવી
તેમને કહેવામા આવ્યું કે કાર્ડનો ઉપયોગ બીજી વ્યકિત દ્રારા થયો છે તેથી રકમ મળી શકે નહી.
પત્ની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઇને ફરિયાદ કરી કે તેમણે હાલમાં બાળકને જન્મ આપ્યો હોવાથી તેઓ બહાર જઇ શકે તેમ નહોતા અને તેને કારણે તેમના પતિને કાર્ડ આપવામા આવ્યું હતું.
ATM માથી જ્યારે રકમ બહાર નીકળી નહી ત્યારે પતિએ બેન્કના કોલ સેન્ટર પર ફરિયાદ કરીને કહ્યું કે રકમ તેમને મળી નથી તેથી પાછી તેમના ખાતામા જમા થવી જોઇએ. પરંતુ તે રકમ તેમના ખાતામા પુન: જમા થઇ નહોતી. થોડા દિવસ પછી તેમણે બેન્કનો સંપર્ક કર્યો પરંતુ બેન્કે જવાબ આપ્યો કે વ્યવહાર બરાબર હતો અને ગ્રાહકને રકમ મળી ગઇ છે.
ત્યારબાદ પતિ પત્નીએ મળીને CCTV ફુટેજ મેળવ્યા જેમા પતિ ATM મા કાર્ડ સ્વાઇપ કરતા નજરે પડે છે પરંતુ રકમ બહાર નીકળતી જોવા મળતી નથી. આ ફુટેજ ના આધારે તેમણે ફરીથી બેન્કમા ફરિયાદ કરી તો તેમણે(બેન્ક) કહ્યું કે કાર્ડ હોલ્ડર પત્ની ફુટેજમા ક્યાંય દેખાતા નથી.
ગ્રાહક કોર્ટમાં જતા પહેલા છેલ્લી વાર તેમણે બેન્કનો સંપર્ક કર્યો, પરંતુ બેન્કે સ્પષ્ટ જવાબ આપ્યો, PIN નંબર શેર કરવામાં આવ્યો હોવાથી કેસ બંધ કરવામાં આવે છે.
આ સમય દરમિયાન કપલે RTI દ્રારા માહિતિ મેળવી લીધી હતી કે જે દિવસે આ વ્યવહાર થયો હતો તે દિવસે ૨૫૦૦૦/- ની રકમ વધારે ATM મા હતી. Excess હતી.
આ તમામ ડોક્યુમેન્ટ કોર્ટમાં રજુ કરીને પતિ પત્ની રજુઆત કરી કે તેમની રકમ પાછી મળવી જોઇંએ.
કોર્ટે તેમની વાત ગ્રાહ્ય રાખી નહી. પોતાના હુકમમાં કોર્ટ નોંધે છે કે પત્ની જો બહાર જઇ શકતા ના હોત તો તેવી સ્થિતિમાં તેઓ પતિને ચેક આપી શક્યા હોત, તેમને ઓથરિટિ આપી શક્યા હોત. તેના બદલે તેમણે ડેબિટ કાર્ડનો PIN નંબર શેર કર્યો અને તેના આધારે તેમણે રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો.
બેન્કની દલીલ માન્ય રાખીને કોર્ટે આ રકમ પાછી નહી આપવા માટે હુકમ કર્યો..
આ ચુકાદો દરેકની આંખો ખોલી નાંખે તેવો છે. PIN નંબર શેર નહી કરવો એટલે કોઇ પણની સાથે શેર કરી શકાય નહી. આપણે સામાન્ય વાતમાં દીકરા, દીકરી કે અન્યને ડેબિટ કાર્ડ આપીને રકમ ઉપાડી લાવવાનું કહીયે છે. જે નિયમોની વિરુદ્ધ છે. મોટા ભાગે રકમ નીકળી જાય છે તેથી વાંધો નથી આવતો પરંતુ જે દિવસે કોઇ કારણસર રકમ નહી નીકળી તે દિવસે તે રકમ તમારે ગુમાવવી પડશે. તે દિવસે રકમ કદાચ મોટી પણ હોય.
ATM Transaction: Husband cannot use wife’s debit card, says court