અંકલેશ્વરના ભડકોદ્રા ગામના અયોધ્યા નગરમાં બે આખલાઓ બાખડ્યાં હતા. જેને લઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે.અંકલેશ્વરના ભડકોદ્રા ગામના મુખ્ય માર્ગ અને મહોલ્લામાં રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે, ત્યારે શનિવારની રાતે ભડકોદ્રા ગામના અયોધ્યા નગર સોસાયટી પાસે બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. જેથી રાહદારીઓ સાથે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે આખલાઓએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધો હોય તેમ જોવા મળ્યું હતું.આ આખલા યુદ્ધના પગલે રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી પડી હતી અને થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાંગ ઉઠી છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં બે આખલાઓ બાખડ્યા, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યાં
Views: 86
Read Time:1 Minute, 21 Second