એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં વનરાજાના ઘેર નાના બે સિંહ બાળનું આગમન બંને નું નામ કરણ કરવામાં આવ્યું, એકનું નામ સિમ્બા અને બીજાનું નામ રેવા નામ રાખવામાં આવ્યું. છ મહિના ની ઉમર થતા સશક્ત બાળ સિંહો ને પ્રવાસીઓ જોઈ શકે એ માટે તેની માતા સાથે બહાર સિંહ પાંજરામાં રાખવામાં આવ્યા છે પ્રવાસીઓ જે જોઈને આનંદ અનુભવી રહ્યા છે.કેવડિયા જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું કે માનવ સર્જિત જંગલ છે જેમાં તમામ દેશી વિદેશી પ્રાણીઓ પશુઓ અહીંયા એવા સેટ થઇ ગયા છે કે તેઓ પોતાની પેર બનાવી રહ્યા છે. આમ નર્મદા જંગલ સફારીમાં પ્રાણીઓની પ્રજનન અને સંવર્ધન બંને સારીરીતે થઇ રહ્યું છે.અહીંયા ભારતની ઝુ ઓથોરિટી એ નિર્ધારિત કરેલા તમામ માપદંડો ને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે.પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ, વિવિધ પક્ષીઓના બચ્ચા પછી બે સિંહ બાળ જન્મ્યા હતા. છ મહિના તેની દેખભાળ કર્યા બાદ જયારે સશક્ત બન્યા છે.
સિંહણે 6 મહિના પૂર્વે બે સિંહબાળને જન્મ આપ્યો, બંનેનું નામકરણ કરવામાં આવ્યું
Views: 69
Read Time:1 Minute, 26 Second