અંસાર માર્કેટ સર્વિસ રોડ પરથી શંકાસ્પદ 2630 કિલોનો ભંગાર ઝડપ્યો; 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ઇસમની અટકાયત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પાસે સુરતના પીપલોદથી શંકાસ્પદ ભંગાર લઇ વેચાણ કરવા પીકઅપ ગાડી લઇ બે ઈસમો આવી રહ્યા હોવાની ચોક્કસ માહિતી હતી. ભંગાર અંગે જરૂરી આધાર પુરાવા નહિ રજૂ કરતા 12 હજાર ભંગારનો જથ્થો અને ગાડીની કિંમત મળી કુલ રૂ. 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમની અટકાયત કરી હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ નેશનલ હાઇવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, સુરત તરફથી એક પીકઅપ ગાડીમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો અંસાર માર્કેટમાં વેચાણ માટે આવી રહ્યો છે. જે આધારે પોલીસે અંસાર માર્કેટના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાં માહિતી આધારેની પીક અપ બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર લોખંડનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પીપલોદ સુરત ઉમેશ બજરંગ પાંડે અને ફુલચંદ ક્લોજીયા પાસે જરૂરી આધાર પુરાવા કે જીએસટી બિલ માંગતા બંને ઈસમો ગલ્લા-તલ્લા કરી સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાની આશંકાએ મેળવેલો 2630 કિલો ગ્રામ ભંગારનો જથ્થો તેમજ 3 લાખની પીકઅપ બોલેરો ગાડી મળી કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.