કેરવાડા ગામે દાંડી યાત્રાને લઈ અનોખી પરંપરાગ ચાલી રહી છે. વર્ષ 1930માં જ્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડીકૂચ આવી પહોંચી ત્યારે કેરવાડાના રહેવાસીઓએ પૂ.બાપુને પાંચસૌ એક રૂપિયાની થેલી અર્પણ કરી હતી.મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરીગાંધીજી પ્રત્યે એવા અહોભાવથી આ રકમ અર્પણ કરી હતી કે દેશના સંઘર્ષના સમયમાં અમે હંમેશા તમારી સાથે છીએ. ગ્રામજનોએ પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી હતી. કોઈ પણ સંસ્થા દ્વારા જ્યારે પણ દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દાંડીયાત્રા કેરવાડા પહોંચે છે. ત્યારે પાંચસૌ એક રૂપિયાની થેલી સ્થાનિકો દ્વારા આપવામાં આવે છે. એજ પરંપરા પ્રમાણે આઝાદીનો અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી ભાગ રૂપે દાંડીયાત્રા કાઢવામાં આવી છે. તે કેરવાડા પહોચતા ગામના જ મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને પાંચસૌ એક રૂપિયાની થેલી એનાયત કરી હતી.વર્ષ 1930ની સાલમાં દાંડીકૂચ દરમિયાન પૂ.ગાંધીજીના પગલાં કેરવાડામાં પડ્યા હતાતેમણે વરિષ્ઠ પદયાત્રી ગિરીશ ગુપ્તાને આ રકમ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1930ની સાલમાં દાંડીકૂચ દરમિયાન પૂ.ગાંધીજીના પગલાં કેરવાડામાં પડ્યા હતા. અને દરબારગઢ ખાતે પાંચ મિનિટ ભાષણ કર્યું હતું. એ સમયે અને મારા પરદાદાઓએ તે વખતે પૂ. ગાંધીજીને રૂ. પાંચસૌ એક રૂપિયાની થેલી સ્વિકારવા વિનંતી કરી હતી. જેનો બાપુએ સહર્ષ સ્વિકાર કર્યો હતો. અમે આ પરંપરાને જીવંત રાખી છે એમ જણાવી તેમણે પણ દાંડીયાત્રિકોને સુખદ પદયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કેરવાડા ગામે અનોખી પરંપરા, દાંડી યાત્રા દરમિયાન પાંચસૌ એક રૂપિયાની થેલી આપવાની પરંપરા આજે પણ ગ્રામજનોએ ટકાવી રાખી..
Views: 73
Read Time:2 Minute, 21 Second