અંકલેશ્વર ના હસ્તી તળાવ હાઉસિંગ બોર્ડ માં એક મકાન માંથી ભરૂચ એલસીબી પોલીસે 13 હજાર ઉપરાંત ના વિદેશીદારૂ ના જથ્થા સાથે એક મહિલા અને એક બુટલેગર ની અટકાઉંટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ ની ટીમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન અંકલેશ્વર ના હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ માં એક મકાન માં વિદેશીદારૂ અંગે ની મળેલી માહિતી ના આધારે રેડ કરતા મકાન માંથી વિદેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ ઉપરથી નસરીન નિઝામ અબ્દુલ મીર્ઝા અને બુટલેગર શાહરુખ નજીર પઠાણ ની અટકાયત કરી રૂપિયા 13 હજાર 600 નો વિદેશીદારૂ નો જથ્થો કબ્જે કરી આરીફ લાલ શેઠ અને નેવિલ મનહર ગાંધી ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હસ્તીતળાવ નજીકથી દારૂ સાથે મહિલા સહિત બે ઝબ્બે
Views: 80
Read Time:1 Minute, 21 Second