ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલાં ઇલાહી પાર્ક ખાતે રહેતો તોહિદ તૈયબ યાકુબ ઉઘરાદાર નામના તરૂણે ધો10ની પરીક્ષા હાલમાં જ આપી હતી. બીજી તરફ રમઝાન મહિનો પુર્ણ થતાં તે અને તેના મિત્ર ફૈયાઝ દિલાવર પટેલ, મહંમદ ઇલ્યાસ પટેલ, સોબાન દાઉદ પટેલ તેમજ મહંમદ દાઉદ પટેલ સાથે ફરવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ બુધવારે ફરતાં ફરતાં વાગરા તાલુકાના કલાદરા ગામે દરિયા કિનારે ગયાં હતાં. જ્યાં તેમણે ફોટા પડાવ્યાં બાદ બીજા દિવસે ત્યાં ન્હાવ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.તેઓ પાંચેય મિત્રો બીજા દિવસે ગુરૂવારે બપોરના સમયે કલાદરા ગામે દરિયા કિનારે પહોંચ્યાં બાદ તોહિદ દરિયામાં ન્હાવા પડ્યો હતો. પરંતુ ભરતીના પાણીનો આવરો વધતાં તે પાણીમાં ખેંચાઇ ગયાં બાદ ગુમ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને દહેજ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તોહિદની લાશ શોધવાની કવાયત હાથ ધરતાં રિંગણી ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.
ભરૂચના 5 મિત્રો દરિયા કિનારે ફરવા ગયા, નહાવા જતાં એક સગીરનું મોત
Views: 88
Read Time:1 Minute, 29 Second