સુરત : “ગ્રીષ્મા હત્યા કેસ”, ચાર્જશીટના 70 દિવસ બાદ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા

ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે ચાર્જશીટના 70 દિવસ બાદ સજાનું એલાન થયું છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે.

સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે ચાર્જશીટના 70 દિવસ બાદ સજાનું એલાન થયું છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે.

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે. ગ્રીષ્મા વેકરીયાના પિતાએ જણાવ્યુ હતું કે, મારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારે તમામ માંગો પૂર્ણ થઈ છે.પોલીસથી લઈને મદદ કરનાર તમામનો આભાર માન્યો હતો.

ગ્રીષ્મા વેકરીયાના ફોઇ પણ નામદાર કોર્ટમાં હાજર રહ્યા હતા, તે સાથે જ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભાળવતા જ તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, આજે મારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. સત્યનો વિજય થયો છે અને આ રીતે કોઇની દીકરી સાથે આ રીતનો બનાવ ન બને તેમ જણાવ્યુ હતું.

કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. દીકરીને ન્યાય મળતા જ પરિવાર ખુશીથી રડી પડ્યો હતો. સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ પ્રક્રિયા કરી છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરની UPL કંપનીના યુનીટ-૧ માં આગ ફાટી નીકળતા દોડધામ

Fri May 6 , 2022
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે.આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આ આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી . સવારે સાડાસાત વાગ્યાના […]

You May Like

Breaking News