વાગરા તાલુકાના મુલેર ગામમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે બે બોગસ તબીબોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તબીબો પાસેથીમેડીકલ સાધનો મળી કુલ રૂપિયા 27 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં વાગરા તાલુકામાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ રોડ ઉપર મોનીતલ હાજરા નામનો યુવક ભાડાની દુકાનમાં ડિગ્રી વિના દવાખાનું શરૂ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળના અને હાલ મુલેર ગામ ખાતે રહેતા મોનીતલ મનોરંજન હાજરા પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવ્યું હતું.પોલીસે ગેરકાયદેસર રીતે દવા તેમજ મેડીકલ સાધનો કબજે કરી એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આવી જ રીતે આમોદ રોડ ઉપર આવેલા એસ.એસ.મોબાઈલની બાજુમાં સોહાગ પ્રણય દાસ નામનો ઇસમ દુકાન ભાડે રાખી ડિગ્રી વિના દવાખાનું શરૂ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. તેમજ તેની પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહિ હોવાનું જણાવતાં પોલીસે તેની પણ અટકાયત કરી હતી. પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા અને દવા તેમજ મેડીકલ સાધનો કબજે કર્યા હતા. પોલીસે બંને સ્થળોથી કુલ રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કરી બંને બોગસ તબીબને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
વાગરા તાલુકાના મુલેરમાંથી બે બોગસ તબીબો ઝડપાયા, કુલ રૂ. 27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
Views: 86
Read Time:2 Minute, 22 Second