પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવ વધારો સદી વટાવી ચુક્યો છે. ગરીબ-મધ્યમ પરિવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ વધારાની સીધી અસર જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પડતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે નેત્રંગમાં ભંગારાના વેપારીએ બેટરીથી ચાલતી સાઇકલ બનાવી અનોખો જુગાડ કર્યો છે. નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝભાઇ ખત્રીએ બેટરીથી ચાલતી સાઇકલ બનાવી છે. એક તરફ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વ્હીકલ પર વાહન નિર્માતા ફોકસ કરી રહ્યાં છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે આ પ્રકારના ઇનોવેટિવ આઇડિયા અનેક યુવાનોને કંઇક નવું કરવા પ્રેરેણા આપશે તેમ ઇમ્તિયાઝભાઈએ જણાવ્યું છે.નેત્રંગના ઇમ્તિયાઝભાઇ ખત્રીએ પોતાની આગવી કોઢાસૂઝથી બેટરીથી ચાલતી સાઇકલ બનાવી છે, જેમાં જેવી રીતે ફોરવ્હીલ કારમાં પગથી એક્સીલેટર અને બ્રેક કરી શકાય છે, તેવી જ રીતે આ સાઇકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે. આ સાઇકલને બનાવા માટે ભંગારના વેપારીને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. તમામ જરૂરી સાધનો વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે ભંગારમાંથી જ ઉપયોગ કર્યા છે અને મામુલી ખર્ચ રૂ.5 હજાર આસપાસ થયો છે.ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને મોટર સાઇકલ કે ફોરવ્હીલ વાહનો પરવડે તેમ નથી. ત્યારે તેના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો છે. ત્યારે ભંગારના વેપારીએ પોતાની આગવી સુઝબુઝથી સાઇકલ બનાવીને ગરીબ-મધ્યમ પરીવાર માટે પૈસાની બચતની સાથે એક પ્રેરણારૂપ કામગીરી કરી છે. ઇલેક્ટ્રિક સાઇકલને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે.સાઈકલ બનાવનાર ઇમ્તિયાઝભાઇએ જણાવ્યું છેકે, આજકાલ પેટ્રોલ અને ડીઝલના વધતાં જતાં ભાવને જોતા એક ઇલેક્ટ્રિક સાઇકલનું નિર્માણ કર્યું છે. જે બેટરીથી સંચાલિત છે. 24 વોલ્ટની મોટર તેમાં ફીટ કરવામાં આવી છે. 12-12 વોલ્ટની બે બેટરી તેને સંચાલિત કરે છે. આ સાઈકલને 10 વર્ષના બાળકથી લઇને કોઇપણ ચલાવી શકે છે.
ભંગારના વેપારીનું અનોખું ઇનોવેશન:નેત્રંગના યુવકે બે મહિનામાં તૈયાર કરી બેટરીથી ચાલતી સાઈકલ, પેટ્રોલના ભાવ વધતા કંઇક નવું કરવાનો વિચાર આવ્યો…
Views: 67
Read Time:2 Minute, 57 Second