અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે.આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે.
પ્રાથમિક તબક્કે આ આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી . સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. પ્લાન્ટમાં અંદરથી ધુમાડાના ગોટા ઉડતા દૂર સુધી દેખાયા હતા. આ આગમાં પાંચ જેટલા કામદારો દાઝી જતા હાલ તેમને સારવાર અર્થે ખસેડાયા છે.
અંકલેશ્વર જીઆઇડીસીની યુપીએ કંપનીમાં આગની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા સર્જી હતી. એક તરફ આગ બુઝાવવો ફાયર ફાઇટિંગ ટિમ માટે પડકાર સમાન હતો તો તો બીજી તરફ આગનાધુમાડા કંપની નજીક આવેલ રહેણાંક વિસ્તારને ઢાંકી દેતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા.
ઉલ્લેખનીય છેકે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.8 થી 10 ફાયર ટેન્ડર પાણીનો મારો ચલાવી રહ્યા છે. 5 કામદાર ઈજાગ્રસ્ત છે જેમને સારવાર આપવામાં આવી રહી છે.
અંકલેશ્વરની UPL કંપનીના યુનીટ-૧ માં આગ ફાટી નીકળતા દોડધામ
Views: 179
Read Time:2 Minute, 13 Second