અંક્લેશ્વરમાં પરિવાર ઉંઘતો રહ્યો ગઠિયા 3.30 લાખની ચોરી કરી ફરાર
અંકલેશ્વરની જીઆઇદીસી માં તસ્કરો સફાઈ થી ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાં કોઈ તોડફોડ નહિ કોઈ નિશાન નહિ છતાં 3.30 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી ગયા હતા.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્વાગત સોસાયટીમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મકાન માલિક ની ફરિયાદ બાદ પોલીસ પણ માથું ખંજવાળવા મજબુર બની હતી. ઘટના સ્થળની વિગતો અનુસાર સ્વાગત સોસાયટી ખાતે રહેતા નરેશ પટેલ પોતાના મકાનમાં ઉપરના રૂમમાં સુતા હતા. દરમિયાન સવારે ઉઠ્યા બાદ તિજોરી કામ અર્થે ખોલતા અંદર મુકેલા 3.30 લાખ રૂપિયા ચોરી થઇ ગયા હતા પરિવાર એ રૂપિયા ની શોધખોળ કરવા છતાં ના મળી આવતા આ અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જ્યાં પોલીસ તસ્કરો ચોરી કરતા પૂર્વે દરવાજો કે અન્ય તોડફોડ નજરે પડીના હતી એટલું જ નહિ ઘર માલિક નરેશ પટેલ પણ જણાવી રહ્યા હતા. સમાન વેર વિખેર થયો કે નથી થઇ તોડફોડ છતાં તિજોરી માં રહેલા રૂપિયા ચોરાયા છે. કદાચ પાછળ ના ભાગે કિચનના દરવાજા ને ખોલી તસ્કરો પ્રવેશી ચોરી કરી હોઈ શકે તેવી શંકા પોલીસ આગળ વ્યક્ત કરી હતી. ઘટના સ્થળ પર પોલીસે તપાસ કરતા ચોરી થઇ છે કેમ તેવા સવાલ ઉભા થયા હતા.પોલીસ આ મામલે પરિવાર ની પ્રાથમિક ફરિયાદ આધારે તપાસ શરુ કરી છે. ત્યારે ખરેખર ચોરી અન્ય તસ્કરો એ કરી છે કે ઘરભેદી એ કરી છે તે અંગે પોલીસ એ તપાસ શરુ કરી પરિવાર ના સભ્યો ની પૂછપરછ સાથે ટેક્નિકલ સર્વેલન્સ ની મદદથી તપાસ શરુ કરી છે. જો કે હજી સુધી આ મુદ્દે સત્તાવાર કોઈ જ પોલીસ ફરિયાદ થઇ નથી.