ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકામાં લોકસંવાદ યોજ્યો..

Views: 21
0 0

Read Time:7 Minute, 20 Second


ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વાગરા તાલુકાના અનેક ગામના અગ્રણીઓને લોક દરબાર યોજી સાથે ત્રણ નવા કાયદાથી અવગત કર્યા

સમગ્ર ભારત દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદા નો અમલ ૧ જુલાઈથી શરૂ થઈ ગયો છે.આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવશે.ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) ૧૯૭૩ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨નું સ્થાન લેશે.નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહે લઇ લીધુ છે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. મોબલિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાંખનારા ગૂનાઓ, મહિલાઓ-બાળકો પર જાતીય ગૂનાઓની સજાને વધુ આકરી બનાવાઈ છે.આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે.દેશમાં ૧ જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મુકવામાં આવ્યો છે.આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોક દરબારના કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.જે અંતર્ગત વાગરાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ લોક દરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી હતી.

લોક દરબારમાં પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને મૂંઝવતા પ્રશ્નો સહિત અન્ય કોઈ સમસ્યા હોય તો એ જણાવવા કહ્યુ હતુ. લોકદરબારમાં ઉપસ્થિત વાગરાના આદિવાસી અગ્રણી મહેશ સોમાભાઈ રાઠોડ એ પોલીસ સમક્ષ મુખ્ય ત્રણ રજુઆતો કરી હતી. સાંપ્રત સમયમાં આદિવાસી વિસ્તારમાં વધી રહેલા વ્યભિચારના ગુનાઓને અટકાવવા માટે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવે,પંથકના પ્રબુદ્ધ નાગરિકોનો પોલીસ સાથે સમન્વય સધાય તે માટે સમયાંતરે પોલીસ સાથે મિટિંગ થવી જોઈએ અને નોકરિયાત વર્ગના વાહન ચાલકો સામે રહેમરાહે વલણ ઇખતીયાર કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેઓની રજુઆત સાંભળી તેના ઉપર અમલ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાને સૂચના આપી હતી.તો બીજી તરફ ચાંચવેલ ગામના આગેવાન મુબારક પઠાણએ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે,કોઈ પણ ગુનાખોરીવૃત્તિ માટેની જાણકારી સ્થાનિક પોલીસને આપીએ છીએ એ માહિતી ગુનેગાર સુધી પહોંચી જાય છે જે ખરાબ બાબત છે. જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત લોકોની રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવવામાં આવશેની બાહેંધરી આપી હતી. વાગરા માં આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા,ડી.વાય.એસ.પી પી.એલ. ચૌધરી,જંબુસર સી.પી.આઈ.,વાગરા પોલીસ મથકના પીએસઆઇ અનિતાબા જાડેજા,પોલીસ કર્મચારીઓ,વાગરા, વિલાયત,પહાજ,ઓરા,ચાંચવેલ,ગંધાર, અરગામાં,સુતરેલ સહિતના આસપાસના ગામોના સરપંચો સહિત આસપાસનાં ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.વાગરા તાલુકાના પત્રકારોએ એસ.પી નું ફુલહાર થકી બહુમાન કર્યું હતુ.આ પ્રસંગે બ્રહ્મકુમારીના ચૈતાલીબેનએ પોલીસ અધિકારીઓને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યા હતા.

કયા કાયદામાં શું બદલાયું..?

કેન્દ્ર સરકારના નવા કાયદાઓમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. જેમ કે, આઈપીસીમાં કયું કૃત્ય ગૂનો છે. અને તેના માટે કઈ સજા થશે.? તે આઈપીસી મારફત નિશ્ચિત થાય છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવાશે. આઈપીસીમાં ૫૧૧ કલમો હતી. જ્યારે બીએનએસમાં ૩૫૮ કલમો છે. ૨૧ નવા ગૂના ઉમેરવામાં આવ્યા છે. ૪૧ ગૂનામાં જેલની સજાની મુદત વધારાઈ છે. ૮૨ ગૂનામાં દંડ વધારાયો છે. ૨૫ ગૂનામાં જરૂરી લઘુત્તમ સજા શરુ કરાઈ છે. ૬ ગૂનામાં સામુદાયિક સેવા દંડ થશે. ૧૯ કલમોને ખતમ કરી દેવાઈ છે. સીઆરપીસી હેઠળ ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા લખવામાં આવી છે. સીઆરપીસીમાં ૪૮૪ કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ૫૩૧ કલમો હશે. ૧૭૭ કલમોને બદલી દેવાઈ છે. ૯ નવી કલમો ઉમેરવામાં આવી છે અને ૧૪ કલમોને ખતમ કરવામાં આવી છે. ઈન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કેસની હકીકતોને કેવી રીતે પુરવાર કરવામાં આવશે, નિવેદનો કેવી રીતે નોંધાશે તેનો સમાવેશ થાય છે. તેમાં પહેલા ૧૬૭ કલમો હતી. ભારતીય સાક્ષ્ય સંહિતામાં ૧૭૦ કલમો હશે. ૨૪ કલમોમાં ફેરફાર કરાયા છે. બે નવી કલમો ઉમેરવામાં આવી છે. ૬ કલમો ખતમ કરવામાં આવી છે.

ભારતીય ન્યાયિક સંહિતામાં કયા મોટા ફેરફારો થયા.?

ભારતીય ન્યાય સંહિતા (BNS)માં 20 નવા ગુના ઉમેરવામાં આવ્યા છે.

ઓર્ગેનાઈઝ્ડ અપરાધ, હિટ એન્ડ રન, મોબ લિંચિંગ પર સજાની જોગવાઈ…

દસ્તાવેજોમાં ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે.

IPCમાં રહેલી 19 જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.

33 ગુનામાં જેલની સજા વધારવામાં આવી છે.

83 ગુનામાં દંડમાં વધારો કરવામાં આવ્યો છે.

છ ગુનામાં સામુદાયિક સેવાની સજાની જોગવાઈ કરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત..

Tue Jul 16 , 2024
Spread the love             કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું….કન્યાકુમારી થી એક વ્હીલ વાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂર નાં સાયકલિસ્ટ […]
કન્યાકુમારી થી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સ નાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત..

You May Like

Breaking News

error: Content is protected !!