ભરૂચ શહેરના ભથીયારવાડ, કસાઇવાડ વિસ્તારમાં શહેર બી ડીવીઝન પોલીસે દરોડા પાડયા હતા, પોલીસના દરોડામાં ગૌ માસનું કતલ કરી વેચાણ કરતા તત્વોને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરતા ભારે ખળભળાટ મચ્યો છે, બી ડીવીઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગૌ માસ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી હતી.
પોલીસના દરોડામાં (૧) ગુલામ મૂર્તઝા મહંમદ કુરેશી રહે,ભથીયાર વાડ, રજા મસ્જીદ પાસે ભરૂચ (૨) ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા નૂરમહંમદ કુરેશી રહે,રજા મસ્જીદ ભથીયાર વાડ ભરૂચ (૩) અખ્તર ઉર્ફે કાલુભાઈ ગુલામ કાદર ઉર્ફે અલ્લારખા કુરેશી રહે ,રજા મસ્જીદ ભથીયાર વાડ (૪) ઉવેશ ઉસ્માન ગની મહંમદ કુરેશી રહે કસાઈવાડ ભરૂચ (૫) અનવર હુસેન ઇબ્રાહિમ કુરેશી રહે,કસાઈવાડ ભરૂચ (૬) ઇમરાન રહેમાન કુરેશી રહે કસાઈવાડ ભરૂચ નાઓને ઝડપી પાડયા હતા તેમજ મામલે સિદ્દીક નૂરમહંમદ કુરેશી સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.