ભરૂચ-દહેજ માર્ગ ઉપર સુવાના ગ્રામજનોએ ચક્કાજામ સર્જ્યા બાદ બુધવારે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને દહેજ SEZ ની ઓફિસમાં બેઠક યોજાઇ હતી. કંપનીઓના પ્રતિનિધિઓ, સુવાના સરપંચ, ડે. સરપંચ, વાગરા મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં કંપનીઓને દબાણ દૂર કરવા તાકીદ કરાઈ હતી. જે બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.વાગરા તાલુકાના સુવા ગામની ગૌચરની જમીનોનું કંપનીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા અને લેન્ડ લુઝરોને નોકરીઓ બાબતે ધરણાં પ્રદર્શન બાદ બુધવારે દહેજ SEZ ની ઑફિસે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં મિટીંગ રાખવામાં આવી હતી.આ મિટિંગમાં મામલતદાર, GIDC ના અધિકારીઓ તથા કંપનીઓના મેનેજમેન્ટના માણસો તથા સુવા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા એડવોકેટ કમલેશ એસ.મઢીવાલા હાજર રહ્યા હતા. મીટીંગમાં અનેક મુદ્દાઓની સાથે 10 મુખ્ય મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.મીટીંગમાં ચર્ચાઓના અંતે ભરૂચ નાયબ કલેક્ટરે સુવા ગામના આગેવાનો દ્વારા લેન્ડ લુઝરો માટે કરવામાં આવેલી રજૂઆતો મુજબ GIDC તથા કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા લેન્ડ લુઝરોની માંગણીઓ મુજબની પોલીસી બનાવવામાં આવે. તેવી કંપની મેનેજમેન્ટને અને GIDC ના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.ગૌચરની જમીનોની તાત્કાલિક માપણી કરાવીને દબાણ દૂર કરાવવાની અને દબાણ દૂર કરવામાં નહીં આવે તો દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબિગ એકટ મુજબના ગુનાઓ દાખલ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
દહેજમાં ડેપ્યુટી કલેકટરની સુવા ગામના આગેવાનો, કંપની સત્તાધીશો સાથે બેઠક
Views: 75
Read Time:2 Minute, 9 Second