અંકલેશ્વર શહેર પોલીસ મથક સ્ટાફ શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર માંથી નંબર વગરની એકટીવા લઈને આવતા એક યુવકને રોકીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદ બાપુનગર અને હાલ અંદાડા ગામના છાપરા પાટિયા પાસે રહેતા અજય પટણી હોવાનું જણાવ્યું હતું પોલીસે એક્ટિવાના દસ્તાવેજ માંગતા તેણે સંતોષકારક જવાબ ના આપતા પોલીસે એક્ટિવાના ચેચિસ નંબર આધારે પોકેટ એપ ઈ ગુજકોપ માં સર્ચ કરતા 2 દિવસ પૂર્વે થયેલી ચોરી થયેલ એક્ટીવા હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને ઉલટ તપાસ કરતા અન્ય એક એક્ટિવા ચોરી અંગે પણ કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ ચોર અજય પટણીના રિમાન્ડની તજવીજ આરંભી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જ્યાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી આ વચ્ચે વધુ એક એક્ટિવા ચોરી થઇ હતી. હોટલ બાજુમાં દુકાન નંબર એ 3 દુકાન સંચાલક પિયુષ હસમુખભાઈ મહેતા એ પોતાની એક્ટીવા દુકાન આગળ પાર્ક કરી હતી જેને વાહન ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો.
અંકલેશ્વરમાંથી ચોરાયેલી 2 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, વધુ એક ચોરાઇ…
Views: 80
Read Time:1 Minute, 34 Second