
ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ચાર્જ સાંભળતા જ અસામાજિક પ્રવૃતિઓ ડામવા કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં ઈંગ્લીશ બાદ દેશી દારૂની હાટડીઓ બંધ કરવા પોલીસ વિભાગ કામે લાગ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી એવા અમરતપરા, નવા કાસીયા, જૂના કાસીયા ગામમાં અમરાવતી ખાડી કિનારે ધમધમતી દેશી દારૂનોની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.અંકલેશ્વર શહેર પોલીસે અમરતપરા ગામની અમરાવતી ખાડી કિનારે દરોડા પાડ્યા હતા. પોલીસ સ્થળ પરથી 3 લીટર દારૂ અને 500 લીટર વોશના જથ્થા સાથે ભટવાડની મહિલા બુટલેગર શાંતાબેન મંગુ વસાવા. તો અમરતપરા ગામના મોટા ફળિયામાં રહેતો બુટલેગર ચિરાગ પ્રફુલ વસાવાના ઘરે દરોડા પાડી 5 લીટર દેશી દારૂ અને 800 લીટર વોશ તેમજ સાધનો મળી કુલ 1900નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.એલસીબી પોલીસે અમરાવતી ખાડી કિનારેથી 60 લીટર દારૂ,વોશ 200 લીટર અને સાધનો તેમજ મોટર મળી કુલ 3500નો મુદ્દામાલ સાથે અમરતપરા ગામનો બુટલેગર દિનેશ શૈલેષ વસાવા ઝડપી પાડયો. તો નવા કાસીયા અને જૂના કાસીયા તેમજ ઉછાલી ગામમાંથી ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. આમ પોલીસે 2900 લીટર વોશ અને 129 લીટર દેશી દારૂ તેમજ સાધનો મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચાર મહિલા સહિતસાત બુટલેગરને ઝડપી પાડ્યા હતા.