ભરૂચ જિલ્લામાં આભમાંથી સૂર્યનારાયપણે આકરા તેવર વર્તાવતા બુધવાર 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી હોટેસ્ટ ડે પુરવાર થયો છે. બુધવાર બળબળતો સાબિત થતા બપોરે આગ ઝરતી ગરમીએ લોકોના ભુક્કા કાઢી નાખ્યા હતા.ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લો નર્મદા નદી અને અરબી સમુદ્ર કિનારે હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે. ઉનાળામાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને પાર કરીહતીબુધવાર ભરૂચ જિલ્લા અને જિલ્લાની પ્રજા માટે ગરમીની મૌસમનો સૌથી હોટેસ્ટ ડે પુરવાર થયો હતો. આજે નવસારી કૃષિ યુનિવર્સીટી મકતમપુર ખાતે મુકાયેલા હવામાન માપક સાધનો ઉપર ગરમીનો ગ્રાફ 43 ડિગ્રીને સ્પર્શી ગયો હતો.આગામી 5 દિવસ પણ ભરૂચ જિલ્લા માટે અગ્નિ પરીક્ષા જેવા જ રહેવાના છે. IMD ની આગાહી મુજબ ભરૂચ જિલ્લાનું તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઇ શકે છે.બુધવારે મહત્તમ તાપમાનનો પારો સિઝનનો સૌથી વધુ નોંધાવા સાથે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર 14 % રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા હતા. જ્યારે ગરમ વાતા પવનોની ગતિ 5.3 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.
ભરૂચ જિલ્લામાં ગરમીએ ભુક્કા કાઢ્યા :બુધવાર 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી હોટેસ્ટ ડે બન્યો
Views: 77
Read Time:1 Minute, 38 Second