

ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદમાં મંત્રીશ્રી કે.ડી.પટેલની પ્રેરણાથી ચાલતા સિનિયર સિટીઝન ફોરમ,આણંદ ખાતે ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસના પ્રાર્થના મંદિર હોલમાં માસના અંતે મળતી સામાન્ય સભામાં ‘ગુજરાતી ગીત ગુંજન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. જી.એન.ભાવસાર દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના બાદ પ્રમુખશ્રી મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી કરાઓકે ક્લબ બાકરોલના ગાયક કલાકારોનો પરિચય આપી સન્માન કર્યું હતું. અમેરિકા સ્થિત હાલ આણંદ આવેલ ભાગેશ પટેલ અને રાજેશ પટેલનું તેમજ જીતુભાઈ પટેલ અને રજનીભાઈ બી.શાહનું વિશેષ સન્માન કરાયું હતું.જન્મદિન નિમિત્તે આઈસ્ક્રીમ દ્વારા આનંદમાં ભાગીદાર બનાવનાર અજીતભાઈ પટેલને આવકાર્યા હતા. ફોરમને રૂપિયા 11,000/- નું દાન રાજેન્દ્રભાઈ પટેલ અને જાણીતા લેખક કવિ માનદ નિયામક ડૉ.આર.પી.પટેલ દ્વારા પ્રાપ્ત થયું હતું. તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી.એન. ભાવસાર મ્યુઝિકલ ગ્રુપના ‘ગુજરાતી ગીત ગુંજન’ કાર્યક્રમમાં સહકલાકારો ડૉ.ટ્વિષા ભટ્ટ,કલ્પના પટેલ,કુમારી અંજલી ત્રિવેદી,જે.એમ.પંચાલ અને કુંતેશ પટેલે સુમધુર ગીતો દ્વારા સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું.જ્યોત્સનાબેન પ્રજાપતિએ જન્મદિન અભિવાદનના કાર્યકર્મની ધૂરા સંભાળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મંત્રી જી.એન.ભાવસારે કરી હતી.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ.)