હાંસોટની 74 વર્ષીય વિધવા એ આમરણાંત ઉપવાસની ચીમકી છે. પતિના પેન્શન માટે 26 વર્ષ થી સરકાર સામે આજીજી કરી હતી. પેન્શન ના મળતા રાજ્ય સી.એમ ને પત્ર લખી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. હાંસોટ ગ્રામ પંચાયતમાં ના.ક્લાર્ક તરીકે વૃદ્ધાના પતિ ફરજ નિભાવતા હતા.હાંસોટના નાની બજાર ના ટેકરા ખાતે વર્ષોથી રહેતા 74 વર્ષીય વિધવા ખેરૂનબીબી અબ્દુલ કાદર ખલીફા ના પતિ અબ્દુલ કાદર ગુલામ નબી ખલીફા હાંસોટ ગ્રામ પંચાયત માં નાકા ક્લાર્ક તરીકે ફરજ નિભાવતા હતા. તેઓ ફરજ પૂરી કરી નિવૃત્ત થયા હતા.તેમના અવસાન બાદ વિઘવા પત્ની ખેરૂનબીબી અબ્દુલ કાદર ખલીફાને પતિનું પેન્શન હાંસોટ ગ્રામ પંચાયત દ્વારા ન આપતા વર્ષો સુધી પંચાયત સામે રજૂઆત કરી હતી.તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં પણ રૂબરૂ તથા લેખિતમાં પણ રજૂઆત કરી હતી. જે તે વખતના તલાટીએ મૂળ કાગળો વડી કચેરીએ ન પહોંચાડતા આ સમસ્યા ઊભી થઈ છે. 74 વર્ષીય વિધવાએ આખરે થાકી હારીને મુખ્યમંત્રીને રજૂઆત કરી આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાંસોટની 74 વર્ષીય વિધવા પતિના પેન્શન માટે 26 વર્ષથી સરકાર સામે આજીજી કરે છે, છતાં જવાબ નહીં..!?
Views: 67
Read Time:1 Minute, 32 Second