ભરૂચ ના મુલદ ટોલ પ્લાઝા સહિત દેશભરમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી ફોર વ્હિલર સહિતના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થશે.
ફાસ્ટેગ વગર ના વાહન ચાલકો ને ૧ જાન્યુઆરી થી ડબલ રૂપિયા વસૂલવામાં આવશે જેના પગલે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક નું ભારણ વધશે.
જે લોકોએ ફાસ્ટેગ નથી લગાવ્યા તેમણે બે (૨) ગણી રમક ચૂકવવી પડશે. ભરૂચ ના ટોલ પ્લાઝા પર તમામ લેન ફાસ્ટેગ લગાવેલ વાહનો જ પસાર થાય તેવી તજવીજ હાથ ધરી દેવાઈ છે.
જોકે 1 જાન્યુઆરી થી ભરૂચ વાસીઓએ ટોલ પ્લાઝા પસાર કરવા માટે ફરજિયાત રૂપિયા ચૂકવવા પડશે અથવા રોજ અવર જવર કરતા સ્થાનિકોએ મંથલી પાસ કરવો પડશે. ટૂંકમાં હવે ટોલ ફ્રી હસે નહિ. સ્થાનિકો માટે સાઇડ પર થી પસાર થવા માટેની લેન ને પણ બંધ કરવા માટે નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.ટોલ ની ૨૦ કી.મી ત્રિજ્યા ના લોકોને રાહત પણ ટેક્ષ તો ચૂકવવો જ પડશે.
ફાસ્ટેગ ના નિયમાનુસાર ટોલ પ્લાઝા ની ૨૦ કી.મી ની ત્રિજ્યા માં રેહતા લોકો માટે ટોલ ટેક્ષમાં આસંકી રાહત રહેશે પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોના લોકોએ રેગ્યુલર ટેક્ષ ચૂકવવો પડશે. ૨૦ કી.મી ની ત્રિજ્યા ના લોકોએ રહેઠાણ નો પુરાવો રજૂ કર્યા બાદ પાસની રકમ રૂ.૨૭૫ થશે. જોકે તેઓ દિવસ દરમિયાન ઇચ્છાનુસાર વાહનવ્યવહાર કરી શક્શે. અને અન્ય લોકોએ મહિનાના ૧ હજાર થી ૧,૧૦૦ સુધી નો ટોલ ટેક્ષ ચૂકવવો પડશે.