14માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત કુલ 5 કામો ઓનલાઈન ટેન્ડરો, ઑફ્લાઈન ટેન્ડરો બહાર પાડી એજન્સીને ગેરહાજર રાખી ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ પાલિકા સદસ્ય અને વિરોધ પક્ષના નેતાએ કરતા ચકચાર.
રાજપીપળા નગરસેવા સદન સદસ્ય મુન્તઝીરખાન શેખે રાજપીપળા નગરસેવા સદન મુખ્ય અધિકારીને જાહેર નિવેદનના ટેન્ડરમાં ગેરરીતિ થવા બાબતે લેખિત ફરિયાદ કરી.
ઈપણ એજન્સીને વર્ક ઓર્ડર નહીં આપવા લેખિત રજૂઆત કરતા ચકચાર.
રાજપીપળા,તા.6
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે.ત્યારે નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિકો મા પોતાના વોર્ડમાં વિકાસના કામો નહીં થયાની ફરિયાદો ઉઠવા પામી છે તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વિકાસના કામોમાં પણ ગેરરીતિઓ થઇ રહી હોવાના આક્ષેપો પાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.આ અંગે 14માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત કુલ 5 કામોના ઓનલાઈન ટેન્ડરો ઑફ્લાઇન ટેન્ડરો બહાર પાડી એજન્સીઓને ગેરહાજર રાખી ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ પાલિકા સદસ્ય અને વિરોધ પક્ષના નેતા મુંતઝીરખાન શેખે કર્યો છે.જેમાં તેમણે રાજપીપળા નગરસેવા સદન મુખ્ય અધિકારીને જાહેર નિવેદન આ ટેન્ડરમાં ગેરરીતી થવા બાબતે લેખિત ફરિયાદ કરી છે.
જેમાં જણાવ્યું છે કે રાજપીપળા નગરપાલિકા દ્વારા જાવક ક્રમાંક /પવડી/ નિવિદા 1058/2020 તા. 24/8/20 થી 14 માં નાણાંપંચ lની ગ્રાન્ટ અંતર્ગત કુલ 5 ગામોના ઓનલાઈન ટેન્ડરો કુલ 5 કામોના ઓફલાઈન ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં આપે ટેન્ડરો ભરનાર તમામ એજન્સીઓને હાજર રાખી નથી. જેમાં મોટા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે.
એ ઉપરાંત હાલમાં રાજપીપળામાં થનાર વિકાસના કામો જે વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામો થઇ ગયેલ છે.એના સિવાય કેટલા વર્ષમાં ભૂગર્ભ ગટરનું કામ બાકી છે. ફેસ1 અને ફેસ 2 માં કયા કયા વિસ્તારોમાં કામ બાકી છે.જે વિસ્તારમાં આપ દ્વારા રસ્તા પેવર બ્લોકના કામો કરવાના છે એના ગાંધીનગર જીયુડીસીનો પ્રમાણપત્ર સામેલ છે. જીયુડીસી ગાંધીનગર દ્વારા રસ્તાઓ તેમજ પેવરબ્લોક માટે મંજૂરી આપવામાં આવી છે.તેની માહિતી માંગી હતી. તેમજ રાજપીપળા નગરપાલિકા દ્વારા 14માં બ્લોક બેસાડવાનું કામ તેમજ સીસી તેમજ આરસીસી રોડ બનાવવાના છે. જે રૂપિયા 1.92 કરોડનો ઓનલાઈન ટેન્ડર કઈ એજન્સીને આપવામાં આવ્યું છે ? જેમાં કેટલી એજન્સી ઓનલાઈન ટેન્ડર ભર્યું હતું ? તેની પ્રમાણિત નકલો તમામ તેમજ કઈ એજન્સીને આ કામો કરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે ? તેની સામે સવાલો ઉઠયા છે.
આ બાબતની સ્પષ્ટતા કરવા તેમજ આ ટેન્ડરની ગેરરીતિ બાબતે જ્યાં સુધી તમામ સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી કોઇપણ એજન્સીને વર્ક ઓર્ડર નહીં આપવા લેખિત રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા