ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો પાંચની ધરપકડ બે ફરાર
ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ જુગાર અને હત્યાના બનાવ ઘણા બની રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 8,57,720/-ના મુદ્દામાલ સાથે પત્તાપાનાનો ગણનાપાત્ર જુગારનો કેસ રાજપારડી પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય બે ઈસમો સ્થળ પરથી જ નાસી ભાગ્યા હતા.
મળતી માહિતીને આધારે સારસા ગામની પાછળ આવેલ મધુમતી ખાડીને કિનારે બાવળીયાની ઓથમા કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા જુગારવાળી જગ્યા પર રેઇડ કરતા જુગાર સ્થળ પરથી પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને બે ઈસમો સ્થળ પરથી પોલીસની આશંકા થતા નાસી છૂટ્યા હતા. જેથી દાવ ઉપરના રોકડા રૂ. 5670/- તથા જુગાર રમતા ઈસમોની અંગ ઝડતીના રોકડ રૂ.9550/- તથા મોબાઈલ નંગ 05 જેની કિંમત રૂ.12,500/- તથા સ્થળ પર પાર્ક કરેલ ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલ મળીને કુલ 8,30,000/- મળીને કુલ 8,57,720/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી અર્થે રાજપારડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓ :-
(1) રાજેશભાઈ ખાલપાભાઇ વસાવા રહે, સારસા નવીનગરી, ઝગડીયા, ભરૂચ
(2) દીપકભાઈ જગદીશભાઈ વસાવા રહે, કાંટીદરા, ઝગડીયા, ભરૂચ
(3) શુક્લભાઈ મણિલાલભાઈ વસાવા રહે, સરસાડ ભાગોળ ફળિયું, ઝગડીયા, ભરૂચ
(4) સુરેશભાઈ સોમાભાઈ વસાવા રહે, ઉમધારા ખડકી ફળિયું, ઝગડિયા, ભરૂચ
(5) દશરથભાઈ બચુભાઈ વસાવા રહે,ઉમધારા ખાડી ફળિયું,ઝગડિયા, ભરૂચ
ફરાર થયેલ આરોપીઓ :-
(1) જીતુભાઇ ભીખાભાઇ વસાવા રહે, રાજપારડી સડક ફળિયું, ઝગડિયા, ભરૂચ
(2) શૈલેષભાઇ ઉર્ફે દામલો ઈશ્વરભાઈ વસાવા રહે, સારસા નવીનગરી ઝગડિયા, ભરૂચ