કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટકાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચઃબુધવારઃ- સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેન્કોના, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીડ બેંકના મેનેજરશ્રી જીગ્નેશ પરમારે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ)ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે.પાક ધિરાણરૂા.૧.૬૦ લાખ સુધીની લોન માટે જમીન ઉપર બોજો કરવામાં આવશે નહીં પણ રૂા.૧.૬૦ થી વધુ ધિરાણ માટે જમીન ઉપર બોજો આવશ્યક છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ મળવા પાત્ર થાય છે (સરકારશ્રીના આદેશ પ્રમાણે સબસિડી નો લાભ કુલ ધિરાણ રકમ રૂા.૩ લાખ સુધી જ મળવા પાત્ર છે) જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તોજ અને જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.કેસીસીનો લાભ લેવા લાભાર્થીઓએ ખેતીની જમીનની ૭-૧૨ ૮અ, ૬ હકક પત્રકની કોપી, પાકની વિગત, પોતાનું ઓળખપત્ર, અને એક ફોટો સાથે પોતાના ગામના પંચાયત સેક્રેટરીશ્રી, સરપંચશ્રી તલાટી મંત્રીશ્રી, દુધ મંડળીના સેક્રેટરીશ્રી, બેન્કમિત્ર, બેન્ક સખી મંડળ,નજીકના સીએસસી સેન્ટરને મળવાનું રહેશે. જેથી લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટે મદદરૂપ થશે તથા વધુ માર્ગદર્શન મેળવી શકાશે જેમના મારફતે લોન અરજી ભરી ચકાસણી કરીને બેન્કમાં સુપ્રત કરવામાં આવશે. બેન્ક તેના ધારાધોરણ પરિપત્ર પ્રમાણે લોન અરજી મંજૂર કરી કૃષિ લોન આપવામાં આવશે તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું. બેઠકમાં કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અધિકારીગણને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી ભરૂચ જિલ્લામાં દરેક ખેડુતને આ યોજના અંતર્ગત આવરી લઇ લાભ આપવા માટે આહવાન કર્યું હતું. આ બેઠકમાં બેન્કોના વિવિધ અધિકારીઓ, સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
ગુજરાત સરકારના પેન્શનરો માટે પાંચ ઝોનમાં આગામી તા.૦૪ જૂનના રોજ પેન્શન અદાલત યોજાશે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦પેન્શન અદાલતમાં ભાગ લેવા તા. પાંચમી મે સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે: ગૂગલ ફોર્મમાં પણ વિગતો ભરી જમા કરાવી શકાશે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ જિલ્લાના પેન્શનરો નોંધે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃબુધવારઃ- ગુજરાત સરકારના પેન્શનરો માટે નાણા વિભાગ, ગાંધીનગર દ્રારા વિવિધ પાંચ ઝોનમાં તા.૦૪ જૂન ૨૦૨૨ શનિવારના રોજ બપોરના ૧૨.૦૦ કલાકથી સાંજનાં ૫.૦૦ કલાક સુધી પેન્શન અદાલત યોજાશે. સુરત ઝોનમાં આવેલા સુરત,વલસાડ,નવસારી, ડાંગ-આહવા, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પેન્શનરો માટે ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ. પહેલો માળ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પેન્શન અદાલત યોજાશે.ભાવનગર ઝોનમાં આવેલા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના પેન્શનરો માટે જુનો કોર્ટ હોલ, સરદાર વલ્લભાઇ પટેલ કેમ્પસ, મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ગૌરીશંકર લેક રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ ખાતે પેન્શન અદાલતોનું આયોજન કરવામાં આવશે. વધુમાં પેન્શનરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી/પેન્શન ચૂકવણાં કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedpartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઈટ પરથી અરજીનું નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫ મે ૨૦૨૨ સુધીમાં “હિસાબ અને તિજોરી નિયામકની કચેરી,બ્લોક નં.-૧૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર” ને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઈ ગૂગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકાશે તેમ જિલ્લા તિજોરી અધિકારી- ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે. – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ – ભરૂચ જિલ્લાના પેન્શ નરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃબુધવારઃ- ભરૂચ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શતન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને જણાવવામાં આવે છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ની વાર્ષિક હયાતીની ખરાઇ ૧ લી મે- ૨૦૨૨ થી ૩૧ મી જુલાઇ -૨૦૨૨ સુધી કરવામાં આવશે તે માટે નાણાં વિભાગની જોગવાઇના અનુસંધાને ધ્યાને લેવું કે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરી લેવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત બેન્કની મુલાકાત લીધા સિવાય રહેઠાણના સ્થળે હયાતીની ખરાઇ કરાવી શકાય તે માટે હવે નાણાં વિભાગના તા.૧૨/૦૪/૨૦૨૨ના પરિપત્ર મુજબ નીચે મુજબની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ભારતીય ટપાલ વિભાગ ધ્વારા જીવન પ્રમાણ પોર્ટલ પરથી ઓનલાઇન હયાતીની ખરાઇ ટપાલી / ગ્રામીણ ડાક સેવક મારફતે ધરઆંગણે કરાવવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ભારતીય ટપાલ વિભાગ ધ્વારા નિયત કરવામાં આવેલ રકમ સ્વખર્ચે ભરી પેન્શનરો આ સેવાનો લાભ લઇ શકશે.આ સેવા મેળવવા માટે પેન્શનરોએ નજીકની પોષ્ટ ઓફિસ/ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો સંપર્ક કરવાનો રહેશે.તે સિવાય “ post info app” અથવા http://ccc.cept.gov.in/covid/repuest.aspx વેબસાઇટ પરથી જરૂરી નોંધણી કરાવી શકાશે. રાજય સરકારના પેન્શનરો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને face authentication technique ધ્વારા જીવન પ્રમાણ પોર્ટલ મારફત ડિજિટલ જીવન પ્રમાણ સર્ટિફિકેટ જનરેટ કરી શકશે.આ સેવાનો લાભ મેળવી ડિજિટલ જીવન પ્રમાણ સર્ટિફિકેટ જનરેટ કરવા માટેની પધ્ધતિની વિગતવાર માહિતી https://pensionersportal.gov.in ઉપર ઉપલબ્ધ છે. Ease of Banking Reforms હેઠળ જાહેરક્ષેત્રની બેન્કો ધ્વારા દેશના ૧૦૦ મોટા શહેરોમાં “ Doorstep Banking “ સુવિધા શરૂ કરવામાં આવેલ છે.જે માટે પેન્શનરશ્રીઓ પોતાના મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરીને આ સેવાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી શકે છે તેમજ https://doorstepbanks.com અને https://dsb.imfast.co.in/doorstep/login વેબસાઇટનો ઉપયોગ કરીને પણ નોંધણી કરાવી શકે છે તેમ જિલ્લા તિજોરી અધિકારીશ્રી- ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે. –
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ સ્પર્ધા સુધારા કાર્યક્રમ
અંધજન(BLIND) માટેની સ્પર્ધાની તારીખમાં ફેરફાર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ બુધવારઃ- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર વતી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભરૂચ ધ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ સ્પર્ધા ૨૦૨૧-૨૨ની વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે રમતોની સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. જેમાં અંધજન(BLIND) માટેની સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરેલ છે. જે ધ્યાને લેવા જણાવાયું છે. તા.૦૧/૦૫/૨૦૨૨ને સવારે ૭-૦૦ કલાકથી જીએનએફસી ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રવણ મંદ ક્ષતિવાળા(Deaf), અંધજન(BLIND) અને શારિરીક ક્ષતિગ્રસ્ત(OH) કેટેગરીની સ્પર્ધા યોજાશે. તા.૦૨/૦૫/૨૦૨૨ને સવારે ૭-૦૦ કલાકથી જીએનએફસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે માનસિક ક્ષતિગ્રસ્ત(MR) કેટેગરીની સ્પર્ધા યોજાશે. ઉકત સ્પર્ધામાં જે સંસ્થાના ભાગ લેનાર ખેલાડીઓએ અરજી કરેલ હોઇ તે તમામ સ્પર્ધકોને સ્પર્ધા કાર્યક્રમના ઉકત સ્થળે અને તારીખે હાજર રહેવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે. – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
-ભરૂચ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ બુધવારઃ- જિલ્લા રમતગમત અધિકારીની કચેરી- ભરૂચ ધ્વારા જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધા (તમામ વય જુથ)નું આયોજન કરવામાં આવેલ છે.તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓને નીચે મુજબ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જણાવાયું છે. ખેલ મહાકુંભ સ્પર્ધાના ભાગરૂપે તા.૦૫/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચેસ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) અને એથ્લેટીકસ (ભાઇઓ/બહેનો) તથા તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે શુટીંગ બોલ (સીધી જિલ્લા કક્ષા-ભાઇઓની) અને યોગાસન (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધા ડી.એચ.સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જે.પી.કોલેજ- ભરૂચ ખાતે યોજાશે. તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે રસ્સાખેંચ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) અને તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે કબડૃી (ભાઇઓ/બહેનો) પ્રાર્થના વિધાલય- ભરૂચ ખાતે યોજાશે. તા.૦૮/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે સંસ્કાર વિધાભવન- ભરૂચ ખાતે ખો-ખો સ્પર્ધા( ભાઇઓ/બહેનો)ની યોજાશે. તા.૦૯/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૮-૦૦ કલાકે વોલીબોલ સ્પર્ધા (ભાઇઓ/બહેનો) જે.બી.મોદી વિધાલય- ભરૂચ ખાતે યોજાશે.જિલ્લા કક્ષા સ્પર્ધામાં તાલુકાકક્ષાએથી વ્યકિતગત રમતમાં પ્રથમ અને દ્રિતીય સ્થાન મેળવેલ ખેલાડીઓ ભાગ લેશે.જયારે ટીમ રમતમાં પ્રથમ અને દ્રિતીય સ્થાન મેળવેલ ર (બે) ટીમો ભાગ લેશે એમ જિલ્લા રમત ગમત અધિકારી- ભરૂચે એક અખબારી યાદી ધ્વારા જણાવાયું છે.- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –