દિપુ રાજના માતા કૈલાશબેન ની બે મોઠા ની વાત
કૈલાશબેનની અરજીથી દીપુ રાજ અને નયન કાયસ્થનું કથિત પ્રેમ પ્રકરણ ફરી ચર્ચામાં
ભરૂચ: મોડેલ અને દહેજ બાયપાસ રોડ પર આવેલા દીપ્સ યુનિસેક્સ સલૂનના માલિક દીપુ રાજ અને બુટલેગર નયન કાયસ્થનું કથિત પ્રેમ પ્રકરણ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. દીપુ રાજના માતા કૈલાશબેન દ્વારા નયન કાયસ્થ સામે અરજી કરાઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. પરંતુ આ અરજી સાથે જ આખા રાજ પરિવારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ હોવાનું સાબિત થયુ છે. તો શું સંબધો માં પણ રાજનીતિ સમજવું ?દીપુ રાજ અને નયન કાયસ્થના અફેરના પગલે બે વર્ષ અગાઉ નયન કાયસ્થની પત્નીએ દીપુ રાજના સલૂનમાં જઈ તોડફોડ કરી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તપાસમાં પણ બહાર આવ્યુ હતું કે ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ ફૂટેજ વાઇરલ પણ થયા હતા. ત્યારપછી પણ બંને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યુ હોવાની વાત ચર્ચાઈ રહી હતી. નયન કાયસ્થ ના દીપુ રાજ સહિત તેની માતા અને ભાઈ સાથે પણ ઘરોબો અને ખાસ સંબંધ હોવાનું જગજાહેર છે. દીપુ રાજના ભાઈ ધ્રુવરાજસિંહ રાજ અને નયન કાયસ્થની તસવીરો સોશિયલ મીડિયા પર છે. નદીકિનારે બંનેની જે તસવીરો એક જ કાર સાથે છે. દીપુ રાજે 2016માં ફેશન શોનું આયોજન કર્યુ ત્યારે તેની બીલકુલ પાછળની સીટ નયન કાયસ્થ માટે રીઝર્વ રાખી હતી. દિપુએ આ વખતે તેની બર્થડેમાં પણ જાહેરમાં સૌથી પહેલો કેક નયનને ખવાડાવ્યો હતો. આ ઉપરાંત બંનેની કોલ ડીટેઈલ તપાસમાં આવે તો બંને વચ્ચે કેટલા ઘનિષ્ઠ સંબંધ હતાં તે સ્પષ્ટ થઈ શકે. એક બાજુ દીપુ રાજ અને તેમનો ભાઈ તેમજ માતા પણ નયન કાયસ્થને ઘરનો સભ્ય હોય તેમ સંબંધ રાખે છે તો બીજી બાજુ દીપુ રાજની માતા એ હવે નયન કાયસ્થની વિરુદ્વ અરજી કરતાં તેમનો દંભ બહાર આવ્યો છે. કારણ કે, દીપુ રાજની માતાએ ગયા વર્ષે ન્યુઝ પેપરમાં એવી જાહેરાત છપાવી હતી કે, તેમની પુત્રી દીપીકા રાજ તેમના કહ્યામાં નથી. તેની સાથે તેમના કોઈ સંબંધ નથી અને ઘરમાં સાથે નહી રાખે. એક બાજુ એવી જાહેરાત આપતા હોય અને બીજી બાજુ દીકરી સાથેની તસવીરો સાથે ફરવા ગયા હોય એની તસવીરો સોશિયલ મીડિયા પર મુકતા હોય. એટલુંજ નહીં પોતાની પુત્રી સાથે સંબન્ધ નહીં રાખવાની આખા ગામને જાહેરાત આપી ચેતવણી આપનાર કૈલાશબેન જ તેમની પુત્રી સાથેની તસ્વીર પ્રોફાઈલ પિક તરીકે રાખે છે. આ તમામ બાબતો જગ જાહેર છે.કે તેમણે જે અરજી કરી છે એમાં પણ લખ્યુ છે કે, તેમની પુત્રી અને પુત્ર કામના કારણે ઘરની બહાર રહે છે. જો પુત્રી તેમની સાથે ઘરમાં જ રહેતી હોય તો પછી આ પ્રકારની જાહેરાત આપી લોકોને અંધારામાં રાખવાની શું જરૂર? શું આવું કરવા પાછળ તેમની કોઈ મેલી મુરાદ તો નથી ને?
અરજીમાં તેમણે એ પણ લખ્યુ છે નયન કાયસ્થે તેમની પુત્રી દીપુ રાજને પ્રેમજાળમાં ફસાવી છે. જો તેમને નયન કાયસ્થ સાથે વાંધો હોય તો તેને પોતાના સલૂનમાં પ્રવેશ કેમ આપે છે? તેમના પુત્ર ને નયન સાથે મિત્રતા રાખવાની પરવાનગી કેમ આપે છે? આ બધા સવાલોના જવાબ તો રાજ પરિવાર જ આપી શકશે. બાકી તેમની અરજી પર થી તો એ સાબિત થાય છે કે, તેઓ ચોરને કહે છે કે તુ ચોરી કર અને શાહુકારને કહે છે કે તું જાગતો રહે….૨ વર્ષ માં અત્યાર સુધી કોઈ બનાવ બન્યો નથી તો અરજી કરવાનો મતલબ શું સંબંધ હતા ત્યારે આપરા અને સંબંધ બાગર્યા ત્યારે પારકા એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.