પત્રકાર પર જીવલેણ હુમલો કરનારી ટોળકીના એક સાગરીતની ધરપકડ…

ભરૂચના પત્રકાર અને કોંગ્રેસના આગેવાન દિનેશ અડવાણી પર જીવલેણ હુમલો કરવાની ઘટનામાં જિલ્લાના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થે સુરતના માથાભારે શખ્સો સાથે મળી તેમના પર હૂમલો કરવાનો કારસો રચ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે હુમલાખોર ટોળકીના સાગરિત અને ભરૂચના બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલની ધરપકડ કરી છે.પ્રાથમિક પુછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, નયન કાયસ્થ ઉર્ફે બોબડાએ સુરતના અનિલ કાઠીનો સંપર્ક કરી દિનેશ અડવાણી પર હુમલો કરવાનું કાવતરૂ રચ્યું હતું. હુમલા પહેલાં તિલક પટેલે હૂમલાખોર અનિલ કાઠી તેમજ તેના મળતિયાઓને નબીપુર પાસેની શિવકૃપા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી.જે બાદ દિનેશ અડવાણીની રેકી કરી તેની માહિતી તેમને આપતાં ઝાડેશ્વર ચોકડીએથી અનિલ કાઠી અને તેના સાગરિતો પિન્કેશ ઉર્ફે ભુરો કિશોર ચૌહાણ, સતિષ ઉર્ફે સતિયો અશોકપ્રતાપસિંગ રાજપુત તેમજ મહેન્દ્ર કાઠી( તમામ રહે. સુરત)નાઓએ ઇનોવા કારમાં તેનો પિછો કરી એસએલડી હોમ્સ પાસે જીવલેણ હૂમલો કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભાજપને બાય-બાય:સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલને જ ભાઈનો “સહકાર” ન મળ્યો, વલ્લભ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો

Fri Sep 3 , 2021
રાજ્યના સહકાર મંત્રી અને અંકલેશ્વરના MLA ઇશ્વરસિંહના ભાઈ વિજયસિંહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે રાજીનામુ આપી ભાજપને રામ રામ કહી દીધા હતા. હવે 2022ની વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુરૂવારે વિજય પટેલ કોંગી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજકીય પંડિતો અનુમાન […]

You May Like

Breaking News