• અક્ષર કેમિકલ કંપનીમાં કેમિકલ લાગતા માત્ર 18 વર્ષના કિશોરનું મોત
• કેમિકલ કંપનીના આદમખોર સંચાલકો માસુમોના જીવ સાથે રમી રહ્યા છે રમત
• કંપની સંચાલકો મોતને ભેટેલા કામદારને જોવા આવવાનો પણ સમય નથી.
ભરૂચ જિલ્લામાં અનેક કેમિકલ કંપનીમાં અનેકો દુર્ઘટનાના કારણે આગના બનાવો અને કેમિકલના બનાવો અવાર નવાર બનતા રહે છે અને તેનાથી કેટલાક માસુમ લોકો મોતને ભેટે છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર જોલવા નજીક આવેલી અક્ષર કેમિકલ કંપનીમાં ઘટ રાત્રીના 2 વાગ્યાના સુમારે પ્રેમકુમાર નામનો માત્ર 18 વર્ષનો માસૂમ વાલ લઈ ચેક કરવા માટે ગયો હતો ત્યાં પ્રેમકુમાર ને અચાનક જતકો લાગતા તે નીચે ધરી પડ્યો હતો જ્યાં બીજા કામદારોએ તેને જોતા એક સમયે કંપનીમાં અફરા તફરી નો માહોલ છવાયો હતો બાદમાં તેને પોલીસ અને તેના સગાસંબંધીને જાણ કર્યા વિના નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તેને ભરૂચ લઈ જવા કેહવામાં આવ્યું હતુ ત્યાર બાદ તેને ભરૂચની સિવિલ હોસ્પિટલના લાવવામાં આવતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યાર તેને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પ્રેમકુમાર સાથે ઝારખંડના અન્ય કામદારો પી.એમ થઈ ગયા બાદ સાંજના 6 વાગ્યા સુધી કંપની સંચલકો ની વાત જોતા રહ્યા પણ ના તો તેમનો કોન્ટ્રાકટર આવ્યો કે ના તો કંપની માંથી કોઈ સંચાલક આવ્યો ત્યાર બાદ પ્રેમકુમારની લાસને કોલ્ડ માં મુકવાની ફરજ પડી હતી ત્યાર બાદ કંપની બહાર તેની સાથે કામ કરી રહેલા લોકોએ હલ્લો કરતા કંપની સંચાલકોએ પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી પોલીસે દોડી આવી મામલો ઠારે પાડ્યો હતો હાલતો પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે માત્ર 18 વર્ષના પ્રેમકિશોર ને ન્યાય મળે છે અને કંપની સંચાલકો અને ગાયત્રી એન્ટરપ્રાઇઝ ના કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થાઈ છે કેમ એ જોવું રહ્યું.