અંકલેશ્વર માં શ્રમજીવી પરિવારના એક સાથે ચાર બાળકો ગુમ થયા હતા. મૂળ અમદાવાદ અને હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પુનીબેન કસ્તુર રાઠોડ પડાવ નાંખી છેલ્લા 3 વર્ષથી વસવાટ કરી છુટક વસ્તુઓની ફેરી લગાવી વેચાણ કરે છે. તેમની સાથે અમદાવાદ રહેતી 2 દીકરીના સંતાનો પૈકી રાકેશ અજય રાઠોડ ઉ.વ.10 અને જયાબેન કાળું ભાટી ભાટી ઉ.વ. 11 તેમજ તેની એક દીકરીના નણંદના બે સંતાન ભગાભાઈ પનાભાઈ ભાટી અને ઉરવ.7 અને રેખા બેનપના ભાઇ ભાટી ઉરવ.આશરે 10 વર્ષ રહેતા હતા.ગત 18મીના રોજ ફેરી માટેનો સમાન લેવા પુનીબેન રાઠોડ અને તેમના પતિ કસ્તુર રાઠોડ અમદાવાદ ગયા હતા. પરત આવતા પડાવ પર બાળકો નજરે પડ્યા નહોતા જે બાદ તેઓ શોધખોળ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે બાળકો સુરત જવાનું કહેતા હતા તેથી તેઓ સુરત કાપોદ્રા પાટિયા ખાતે જ્યાં પહેલા પડાવ હતો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પડાવ નજીક ઓળખીતા ચાહ વાળા ને પૂછતા બાળકો આવ્યા હોવાની પુષ્ટિ મળી હતી અને તેમની પાસે થી ચા-બિસ્કિટ આરોગી બાળકો બારડોલી પહોંચ્યા હતા.બારડોલી ખાતે પુનીબેન કસ્તુરભાઈ રાઠોડ ના વેવાઈ ના પડાવ પર બાળકો અગાવ પહોંચ્યા હતા અને તેઓ જ્યાં કલાક રોકાઈ ને ફરવા નીકળ્યા હોવાનું જણાવી સોનગઢ જવા નીકળ્યા હતા. અગાવ સોનગઢ ખાતે પુનીબેન કસ્તુરભાઈ રાઠોડ પડાવ નાખ્યો હતો. તેથી બાળકો ત્યાં પહોંચ્યા હશે. તેમ સમજી ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પડાવ નજીક બાળકો ને રીક્ષા ચાલકે જોયા હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક ફરિયાદના આધારે બાળકના વર્ણન સાથે સોનગઢ પોલીસનો સંપર્ક કરતાં તમામ બાળકો સોનગઢમાંથી હેમખેમ મળી આવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.
અંકલેશ્વરથી ગુમ 4 બાળકો સોનગઢથી મળ્યાં, વાલિયા ચોકડી પર રહેતો શ્રમજીવી પરિવાર અગાઉ સોનગઢમાં થોડો સમય રહ્યો હતો
Views: 85
Read Time:2 Minute, 32 Second