અંકલેશ્વર નગરપાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પરિસરમાં 73.20 લાખના ખર્ચે 180 કિલો વોટ કેપેસિટીના સોલર પ્લાન્ટનુ ઇ- લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત કોઈપણ પાલિકા દ્વારા સોલાર પાર્ક ઉભો કરવાની પહેલ કરી હોય તેમાં હવે અંકલેશ્વર નગરપાલિકા સામેલ થઈ છે.રાજ્યમાં જૂજ નગરપાલિકા અમલ આવેલ યોજનામાં સરકાર ની ગાઈડ લાઇન મુજબ સુએઝ કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પાર્ક ઊભું કરવાની ગાઈડ લાઈન અંકલેશ્વર પાલિકા આવતા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરતા અંતે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી હતી અને રાજ્ય સરકારના જ જીયુડીસી વિભાગ અંતર્ગત તેમના દ્વારા અંદાજે 73.20 લાખના ખર્ચે સોલાર પાર્ક ઊભો કરાયો છે. જે માટે પાલિકા દ્વારા ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ પાસે તળાવની બાજુમાં હાલ 3 રોપમાં કામગીરી કરાઇ છે.180 કિલો વોલ્ટ વીજળી પ્રતિ દિવસ રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. જે પાલિકાને મહિનામાં અંદાજિત 4 લાખ ઉપરાંતના વીજ બિલ બચત સાથે વાર્ષિક 40 થી 50 લાખ રૂપિયા ઉપરાંત ની બચત કરશે. અંકલેશ્વર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચીફ ઓફિસર કે.એમ. કોલડીયા, પાલિકા ના ચેરમેનો, સભ્ય, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં 180 કિલોવોટના પ્રથમ સોલાર પાર્કનું ઈ-લોકાર્પણ, રોજનું 720 યુનિટ વીજ ઉત્પાદન થશે..
Views: 67
Read Time:2 Minute, 10 Second