ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાથી વેલુગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો બનાવવા સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવે છે છતાં તેનું કોઈ નિરાકરણ આવતો નથી,સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો દિવસરાત ચોવીસ કલાક આ રસ્તાપર ચાલે છે જેના કારણે આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં બન્યો છે,અને લીઝ ધારકોના દબાણથી પીડબ્લ્યુડી દ્વારા ફક્ત મેટલ અને ડસ્ટ નાંખીને આ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે જેથી ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો ચાલી શકે પરંતુ ડામરથી પેચીંગ કરવામાં આવતું નથી અને દસ ઊડવાના કારણે આજુબાજુના ખેતરોમાં પાકને નુકશાન થાય છે ઉમલ્લાથી વેલુગામ સુધીના રસ્તા પર ઇન્દોર, અસા,પાણેથા, ફીચવાડા, જરોઇ,ઢુંડા, અને ખાખરીપરા ગ્રામ પંચાયતના ગામો આવેલા છે,અને આ વિસ્તારમાં ચાલતી તમામ લીઝો વડોદરા જીલ્લાની છે જેથી આ ગામોને કોઇ પણ પ્રકારનો ફાયદો નથી થતો.
આ વિસ્તારના ખેડુતોને બિસ્માર માર્ગના કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારમાં કપાસ, કેળ, શેરડી,કઠોર અને શાકભાજી જેવા પાકોનું વાવેતર થાય છે,ખેડુતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જેથી ખેડૂતોને ઓછા ભાવે પોતાનો પાક સ્થળ પર જ વેચી દેવો પડે છે જેથી ખેડુતો પાયમાલ બની રહ્યા છે
આ રસ્તો મંજૂર ના થાય ત્યાં સુધી ડામરથી પેચીંગ વર્ક કરવા સ્થાનિક ખેડુતો દ્વારા મુખ્યમંત્રી ગુજરાત, ભરૂચ સાંસદ, ખાણખનીજ વિભાગ ભરૂચ, ખાણ ખનિજ વિભાગ ગાંધીનગર, SP ભરૂચ, આરટીઓ ભરૂચ, માર્ગ મકાન વિભાગ ભરૂચ તેમજ ભરૂચ જિલ્લા કલેકટર માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને લેખિતમાં રજુઆત કરવામાં આવી