ગુજરાત નું એકમાત્ર 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતું અને સૌથી વિશાળ પત્રકારોનું સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન ની ખેડા જિલ્લા ની બેઠક નડિયાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.
કાર્યક્રમ શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિને અનુસરી મંચસ્થ મહાનુભવો શ્રી લાભુભાઈ કાત્રોડિયા પ્રદેશ અધ્યક્ષ શ્રી , પત્રકાર એકતા સંગઠન , પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ અગ્રણી નિલેશભાઈ પાઠક, પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખિયા, પ્રદેશ અગ્રણી ચૌહાણ, પ્રદેશ આઇ.ટી.સેલ સમીર બાવાણી ઝોન 10 પ્રભારી પ્રદીપસિંહ સરવૈયા, ઝોન 9 નાં સહ પ્રભારી દિનેશભાઈ કલાલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા ઉપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર, તેજેન્દ્રસિંહ રાઠોડ નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ઉપસ્થિત મહેમાન શ્રી મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને આગળ વધારતા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધન માં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2019 નાં દિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધી માં ગુજરાત નાં મોટાભાગ નાં જિલ્લાઓમાં બીજા અને ત્રીજા તબક્કા ની બેઠકો યોજી સંગઠન ને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકના સમય માં માત્ર બાકીના 4 જિલ્લાઓ ની સંગઠન ની કારોબારી ની રચના કરી પૂર્ણ ગુજરાત માં 33 જિલ્લા અને 252 તાલુકાઓ માં પત્રકાર એકતા સંગઠન ની કારોબારી પૂર્ણ કરી પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક અને સ્વપ્ન દ્રષ્ટા મર્હુમ સલીમભાઈ બાવાણી ને સાચી શ્રઘ્ધજલી આપી એક મહા અધિવેશન નું પણ આયોજન કરવાનું છે.
ત્યાર બાદ ઉપસ્થિત અન્ય મહાનુભવો દ્વારા પત્રકાર એકતા સંગઠન નાં તેમના જિલ્લા માં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો સાથે વહેચતા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારો ને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.
વિશેષ ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠન નાં કાર્યો વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકાર મિત્રો ને વિવિધ રૂપે મદદરૂપ થયા છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માગણીઓ પૈકીની મહત્તમ માગણીઓ એક મહા અધિવેશન આગામી દિવસોમાં યોજી અને સરકાર નાં પ્રતિનિધિ પોતે જ મંચ પરથી જાહેરાત કરશે.પત્રકાર એકતા સંગઠન નાં નવા કાર્યકારી પ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ ની નિમણૂક કરી અને જિલ્લા કક્ષા નું અધિવેશન યોજાવા જવાબદારી સોંપાઈ હતી
કાર્યક્રમના અંતે સૌ પત્રકાર મિત્રો ચા નાસ્તો લઈ સહર્ષ છુટ્ટા પડ્યા હતા.