પ્રિમોન્સૂનના 40 લાખ પાણીમાં:5 ઇંચમાં શહેર સરોવર બન્યું ફૂરજા રોડપાણી ભરાવાનું કારણ : સાંકડી ગટરોઆખા ભરૂચ શહેરના વરસાદનું પાણી ફૂરજા વિસ્તારમાંથી પસાર થઇને નર્મદા નદીમાં જતું હોય છે. આ વિસ્તારમાં ગટરો સાંકડી છે અને તેની સામે પાણીની માત્રા વધી જતાં દર વરસાદે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અહીં લોકોને તેમના વાહનો પાણીમાં ખેંચાતા રોકવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે.સેવાશ્રમ રોડપાણી ભરાવાનું કારણ : રસ્તાની કામગીરી ભરૂચના સેવાશ્રમ રોડ પર દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો થતો હોય છે. ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં દુકાનો સુધી પાણી ભરાયાં હતાં તેનું કારણ છે કે અહીં પેવરબ્લોકથી રસ્તો બની રહયો છે. આ રોડ પરથી પાણીનો નિકાલ કરતી કાંસના રીપેરિંગમાં પાલિકાની આળસના કારણે લોકો હાલાકી ભોગવી રહયાં છે.પશ્ચિમ વિસ્તારપાણી ભરાવાનું કારણ : સુવિધાઓનો અભાવ ચાલુ ચોમાસામાં પ્રથમ વખત પશ્ચિમ વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. દહેજ બાયપાસ રોડ પરનું પાણી આસપાસની સોસાયટીઓમાં ફરી વળતાં તથા વરસાદી પાણીના નિકાલની સુવિધા નહિ હોવાના કારણે પશ્ચિમ વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી વેઠવી પડી હતી.નગરપાલિકા રોડપાણી ભરાવાનું કારણ : ગટરની સફાઇનો અભાવ ચાલુ વર્ષે નગરપાલિકાની સામેના વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો તેનું કારણ છે પાલિકાની બરાબર સામે આવેલી ગટર સફાઇના અભાવે જામ થઇ ચુકી છે. ગત મહિને ગટરની સફાઇ દરમિયાન પાલિકાને નવનેજા પાણી આવી ગયાં હતાં. આ ગટર જામ હોવાથી આ વખતે આ વિસ્તારમાં પાણી ભરાતાં વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.
પ્રિમોન્સૂનના 40 લાખ પાણીમાં:5 ઇંચમાં શહેર સરોવર બન્યું
Views: 48
Read Time:2 Minute, 20 Second