રોકડા 19000, 5 મોબાઈલ અને રીક્ષા મળી ₹1.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
LCB બાદ 48 કલાકમાં બીજી વખત રેડ નવિંગરીમાં અડ્ડાનું સંચાલન કરતી મહિલા સહીત 4 વોન્ટેડ
સ્ટેટ વિજિલન્સ ટીમનું એપી સેન્ટર ભરૂચ જિલ્લો બન્યો, સ્થાનિક પોલીસ પર ઉઠી રહેલા સવાલો
અંકલેશ્વર શહેરમાં સ્ટેટ વિજિલન્સે વર્લી મટકાના અડ્ડા પર પાડેલા દરોડામાં 4 જુગારી ઝડપાયા ગયા હતા જ્યારે મહિલા સંચાલક સહિત 4 ફરાર થઇ ગયા હતા. પોલીસે રોકડ 19 હજાર, 5 મોબાઈલ અને રીક્ષા મળી ₹1.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત હતો.નેત્રંગ બાદ સ્ટેટ વિજિલન્સ ટીમ હવે અંકલેશ્વરમાં ત્રાટકી હતી.
અંકલેશ્વર શહેરની મધ્યે આવેલ નવીનગરી સ્લમ વિસ્તારમાં ચાલતા વર્લી મટકાના આંક ફરકના જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જ્યાં આંકડાનો જુગાર રમતા વિશાલ ઠાકોર વસાવા, ચિરાગ ફુલ સિંગ વસાવા, અબ્બાસ ગફાર શેખ અને ઈશ્વર બલરામ નાયકને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
અંગઝડતી માંથી રોકડ રૂપિયા 19.630 રૂપિયા, 5 મોબાઈલ કિંમત રૂપિયા 66,000, રીક્ષા કિંમત રૂપિયા 25,000 તેમજ આંક ફરક લખાવાની સ્લીપ બુક, બોલપેન તેમજ અન્ય સાધન સામગ્રી મળી પોલીસે 1,10,784 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દરોડા દરમિયાન ફરાર સંચાલક ભારતી જયંતી વસાવા સહીત પિયૂ વસાવા, સુનિતા વસાવા, અને મંગુ ગોવર્ધન વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સ્ટેટ મોનીટરીંગ સેલના ઉપેન્દ્રસિંહએ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસ આરંભી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલની વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ જિલ્લાને એપી સેન્ટર બનાવી જિલ્લામાં અલગ અલગ સ્થાને ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડી રહી છે. જેને લઇ સ્થાનિક પોલીસ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. નેત્રંગમાં તાજેતરમાં જ જુગાર કલબ ઉપર દરોડો પાડી 29 આરોપીને લાખોના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે સ્ટેટ મોનિટરિંગના દરોડામાં મુખ્ય સંચાલક મજીદ ઉર્ફે મઝો પઠાણ નાસી છૂટ્યો હતો.