ભરૂચ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં માત્ર 3 ઇંચ વરસાદ, ગત વર્ષની સરખામણીએ હાલ માત્ર 63 ટકા જ વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં આ વર્ષે અડધો ઓગસ્ટ મહિનો વરસાદ વિના તરસ્યો રહ્યો છે, છેલ્લા 18 દિવસમાં સમગ્ર જિલ્લામાં માત્ર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગ ત 17 ઓગસ્ટ સુધીમાં મૌસમનો 100 ટકા વરસાદ વરસી ગયો હતો, જ્યારે હાલ અત્યારસુધીમાં 63 ટકા જ વરસાદ વરસ્યો છે.પ્રવર્તમાન ચોમાસું જૂનથી જ જોરદાર શરૂઆત કર્યા બાદ જુલાઈમાં શ્રીકાર રહ્યું હતું. જોકે, ઓગસ્ટના આરંભથી જ ભરૂચ જિલ્લામાં મેઘરાજા અદ્રશ્ય થઈ ગયા છે. હાલ સુધીમાં જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 4302 મિમી એટલે કે 63 ટકા નોંધાઇ ચુક્યો છે. જે ગત વર્ષ કરતા 47 ટકા ઓછો છે.ગત વર્ષે 17 ઓગસ્ટે જિલ્લામાં 6768 મિમી એટલે કે મૌસમનો 100 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો હતો.ઓગસ્ટ મહિનામાં આ વર્ષે 18 દિવસમાં માત્ર 3 ઇંચ જ વરસાદ નોંધાયો છે. જેની ગત વર્ષની સરખામણી કરીએ તો 98 ઇંચ વરસાદ ઓછો પડ્યો છે. જો હજી એક સપ્તાહ સુધી વરસાદ ખેંચાઈ જાય તો વાવણી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. પિયતની જમીનને તો સિંચાઈના માધ્યમથી પાણી મળી રહે તેમ છે પણ કોરાટની જમીનમાં હજારો હેકટરમાં કરેલ વાવેતર પર ખતરો ઉભો થઇ શકે છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જંબુસરમાં શોર્ટ સર્કિટને પગલે કારમાં આગ લાગતા અફરાતફરી મચી, જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ.

Fri Aug 18 , 2023
જંબુસરના ટંકારી ભાગોળ સર્કલ પાસે શોર્ટ સર્કિટને પગલે ઝામડી ગામના માજી સરપંચની કારમાં આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી હતી. જોકે, ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ થયો હતો.આજરોજ જંબુસર તાલુકાનાં ઝામડી ગામના માજી […]

You May Like

Breaking News