મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે 12 કલાકે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે.
આજે કેબિનેટ બેઠક યોજાશેમુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક સાપ્રંત અને ગ્રામીણ વિકાસ યોજનાઓ મુદ્દે ચર્ચાઆ બેઠકમાં ગ્રામીણ વિકાસ યોજનાઓ મુદ્દે ચર્ચા થશે.
આ બેઠકમાં 18,19,20 નવેમ્બરના યોજાનાર ગ્રામીણ વિકાસ યાત્રા બાબતે ચર્ચા થશે.
વિવિધ મુદ્દે થશે ચર્ચા તેમજ આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલ કોરોના કેસ, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ બાબતે ચર્ચા થશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત તૈયારીઓ , મગફળી ખરીદી, અને અતિવૃષ્ટિ પાક નુકસાન સહાય બાબતે બેઠકમાં ચર્ચા થશે.
આ ઉપરાંત રાજ્યમાં ઈંડા લારીઓ હટાવવા બાબતે અને રાજ્યમાં ગેરકાયદે ડ્રગ્સ હેરાફેરી બાબતે કેબિનેટમાં ચર્ચા થશે.ખેડ઼ૂતોને સહાય આપવા મામલે થશે ચર્ચા અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા મામલે પણ વિચારણા ચાલી રહી છે. જેને લઈને આજે નિર્ણય લેવામાં આવી શકે છે.
આપને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને સૌથી વધારે નુકશાન થયું છે.
ભાજપની પ્રદેશ કારોબારીની પણ મળશે બેઠક