અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સ્કવોર્ડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી સામે વાહન ચાલકોએ વિરોધ નોંધાવી નગર પાલિકા અને પોલીસ તંત્ર પહેલા ટ્રાફિક પોઈન્ટનું મેપિંગ કર્યા બાદ દંડની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.ભરુચ-અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનો સામે દંડનીય કાર્યવાહી અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને ફોર વ્હીલર તેમજ ભારે વાહનો માટે ગત તારીખ-27મી ઓગસ્ટના રોજથી ટોઇંગની કામગીરી શરૂ કરવામાં આવી. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક પોલીસ વાહનો ટોઇંગની કામગીરી હાથ ધરે તે પહેલા જ વિવાદ સર્જાયો છે.આગેવાન સરીફ કાનુગાએ કાયદાને આવકાર્યો છે પરંતુ તેઓએ નગર પાલિકા દ્વારા કોઈપણ સ્થળે પાર્કિંગની સુવિધા આપી છે તેવા સવાલ કર્યા છે જ્યારે વાહન ચાલકોએ નગર પાલિકા દ્વારા પાર્કિંગ સ્ટેન્ડ ઊભું કર્યા વિના જ દંડની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પહેલા ટ્રાફિક પોઈન્ટનું મેપિંગ કર્યા બાદ દંડની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.
અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સ્કવોર્ડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી સામે વિરોધ…
Views: 73
Read Time:1 Minute, 45 Second