Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન સબજેલમાંથી 7 મોબાઈલ ઝડપાયા
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ બનાવી ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ ” ના આદેશ કરાયા હતા.
ભરૂચ (Bharuch)જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે(SOG) સબજેલમાં(Sub Jail) સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા હત્યા અને નશીલા પદાર્થના કારોબાર કરતા ઝડપાયેલા ૩ કેદીઓ પાસેથી ૭ મોબાઇલફોન મળી આવ્યા છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ મોબાઇલફોનનો ઉપયોગ કોણે અને કઈ પ્રવૃત્તિઓ માટે કર્યો હતો તેની માહિતી બહાર લાવવા પ્રયાસ હાથ ધરાયા છે. ઉલ્લેખનીય છે માત્ર માર્ચ અને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં ભરૂચ સબજેલમાંથી 11 મોબાઇલફોન ઝડપાયા છે. વારંવાર ચેકીંગ કરવા છતાં અને મોબાઈલ ઝડપાવાથી ગુના દાખલ કરવા છતાં આ પ્રવૃત્તિઓ અટકી રહી નથી.
ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સંયુક્ત ટીમ બનાવી
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સયુંક્ત ટીમ બનાવી ભરૂચ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ ” ના આદેશ કરાયા હતા. ભરૂચ પોલીસને ચેકિંગ દરમ્યાન જેલની અલગ અલગ બેરેકોમાંથી તથા કેદીઓ પાસેથી કુલ 7 મોબાઇલ સાથે ચાર્જર , ઇયરફોન વીગેરે મળી આવ્યા હતા. જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલની સુચનાના પગલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી એન સગર એલ.સી.બી.ભરૂચ તથા પોલીસ ઇન્સપેક્ટર કે ડી મંડોરા સ્પેશિયલ ઓપરેશન ગૃપ ભરૂચનાઓએ જીલ્લા જેલ ખાતે સરપ્રાઇઝ વીઝીટ કરી હતી.
હત્યા અને નશાના કારોબારીઓ પાસેથી મળ્યા ફોન
ભરૂચ પોલીસે ચેંકિંગ દરમ્યાન નશીલા પદાર્થોનો કારોબાર કરતા ઝડપાયેલ જીયાઉંર રહેમાન , શૈલેન્દ્ર દીપકભાઇ ગોસાવી અને હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલ સંજયભાઇ મંગળ ઉર્ફે મંગાભાઇ વસાવા પાસેથી તેમજ અન્ય બેરેકોમાં સંતાડેલા મોબાઇલ નંગ -૦૭ , સીમકાર્ડ નંગ -૦૫ , ઇયર ફોન નંગ -૦૨ , ઇયર બડસ -૧ તથા મોબાઇલ ચાર્જર નંગ -૦૧ કબ્જે કરેલ છે. સરપ્રાઈઝ ચેકિંનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર એલ.સી .બી.ભરૂચ તથા પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.મંડોરા એસ.ઓ.જી.ભરૂચ સાથે પો.સ.ઇ. એમ.એચ.વાઢેર એલ.સી.બી ભરૂચ , પો.સ.ઇ. એમ.આર.શકોરીયા એસ .ઓ.જી.ભરૂચ તથા એલ.સી. બી એસ.ઓ.જી પોલીસ સ્ટાફ જોડાયો હતો.
બેરેકમાં કેદીઓ વચ્ચે ભળી ગયેલી પોલીસે ઓપરેશન પર પાડ્યું
સૂત્રો અનુસાર આજે સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન પોલીસકર્મીઓ જેલમાં કેદીઓ વચ્ચે ભળી ગયા હતા. અન્ય કેદીઓને અંદાજ ન આવ્યો કે નવા નજરે પડતા આ શકશો નવા કેદીઓ નહિ પણ પોલીસ છે જેમની સામે પણ કેદીઓએ બિન્દાસ્ત ફોનનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. અચાનક ચેકીંગ શરૂ કરી પોલીસે ૭ મોબાઈલ ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે.
શું જેલમાંથી કોઈ નેટવર્ક ચાલી રહ્યું છે?
આ ઘટના સાથે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે કે શું જેલમાંથી કોઈ નેટવર્ક ચાલી રહ્યું છે?પોલીસે જેલની અલગ અલગ બેરકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલ મોબાઇલ ઝડપી પાડ્યા હતા.આ મોબાઈલ કાચા કામના ૩ કેદીઓ પાસેથી મળી આવ્યા હતા.પ્રિઝન એક્ટ મુજબની સલંગ્ન કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એસઓજીના પોલીસ ઇન્સપેક્ટર કે ડી મંડોરાને સોંપવામાં આવી છે . આરોપીઓ વિરુદ્ધ દાખલ ગુનાની કોર્ટ પાસે મંજૂરી મેળવી પોલીસ આગળની તપાસ હાથ ધરશે.