બી ડિવિઝન પોલીસના પી.આઈ એ આરોપી ભાગી ગયો હોવા છતાં મીડિયાને ફોન ઉપર આરોપી ભાગી ગયો હોવાની વાતને નકારી હતી
બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એસ.ડી.ફૂલતરીયાની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા મામલો પહોંચ્યો ઉચ્ચકક્ષા સુધી..!!
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડી માં નોન બરેબેલ વોરંટનો આરોપી હતો જેને પીવાનું પાણી માંગી પોલીસકર્મીને ધક્કો મારી કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની માહિતી સામે આવતા સાંજના સમયે આ બાબતે પોલીસ મથકના પીઆઈ ને ફોન કરી મીડિયાએ પૂછતાં આવી કોઈ ઘટના નહિ તેમ કહી હાથ ઉંચા કર્યા હતા. જોકે સવાર થતા જ કસ્ટડી માંથી આરોપી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા પોલીસની ફરજમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક માંથી એક આરોપી ભાગી ગયો હોવાની માહિતી ગતરોજ સાંજે સામે આવી હતી અને કેટલાક પોલીસકર્મીઓ આરોપીને પકડવા પકડ દાવનો ખેલ કર્યો હોવાની માહિતી સામે આવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મીડિયાકર્મીઓ એ ફોન કરી ને પૂછ્યું હતું કે કસ્ટડી માંથી કોઈ આરોપી ભાગી ગયો છે ખરો? તો પીઆઈ એ આવું કહી થયું નથી અને હશે તો અવશ્ય જાણ કરીશું નું કહી મીડિયાને ગેરમાર્ગે દોર્યા હતા અને સવાર થતા ઓનલાઇન ફરિયાદમાં બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી નોન બરેબેલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા નાની ડુંગરી ઝુંપડપટ્ટીનાઓ એ પીવાનું પાણી માંગ્યું હોય અને અમરતબેન કરશનભાઈનાઓએ લોકઅપ ખોલી આરોપીને પાણી આપવા જતા આરોપી વિજય વસાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ધક્કો મારી બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી ભાગી ગયો કે ભગાડી મુકવામાં આવ્યો તેવા સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
એક જ દિવસમાં આરોપી પકડાયો અને એ જ દિવસે આરોપી ભાગી ગયો
બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે કે 21-04-2024 ના રોજ બપોરના 12:30 કલાકે આરોપીને પકડયા બાદ કસ્ટડીમાં મુકવામાં આવ્યો હતો અને આરોપી વિજય વસાવાનાઓએ પીવાનું પાણી માંગતા પોલીસ સ્ટેશનના અમલદારે પાણી આપવા માટે લોકઅપ ખોલતા જ અમલદારને ધક્કો મારી આરોપી વિજય વસાવા ભાગી જવામાં સફળ રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.