
અંકલેશ્વરના ઉછાલી ગામમાં ઘર આંગણે બાંધેલા 9 બકરા અને 14 બકરી ની ચોરી કરી લઇ ગયા હતા. પશુપાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રીના પશુ ચોરો એ ત્રાટક્યા હતા. કોઈ ગાડી લઇ આવી ચોરી કરી લઇ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયા ના પશુધન ની ચોરી થતા શ્રમજીવી પશુપાલન માં ભારે આક્રોશ ફેલાયો છે.અંકલેશ્વર ના ઉછાલી માં પંચાયત ફળીયા માં રહેતા દેવા ભાઇ વસાવા પશુપાલક ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ એ પોતાના ઘર આંગણે બકરાઓ બાંધી મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન પશુ ની ચોરી કરતી ટોળકીને તેના ઘર આંગણે બાંધેલા 9 બકરા અને 14 બકરીઓ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા દેવા વસાવા ને સવારે ઘર આંગણે બાંધેલા બકરા,બકરી ની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓ એ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક પશુ ચોરી કરી કરતી ટોળકી કોઈ વાહન માં લાવી પશુધન ની ચોરી કરી હોવાનો અંદાજ છે. ગ્રામ્ય વિસ્તારમાં પુનઃ પશુ ચોરો સક્રિય થતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. 23 જેટલા બકરા અને બકરી ની ચોરી થઇ જતાં લાખો રૂપિયા ઉપરાંત ના પશુ ધન ની ચોરી થઇ હોવાનો અંદાજ પશુપાલન દેવા ભાઈ લગાવ્યો હતો.