
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ BJP સહિત તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. પંજાબમાં આપે તમામ રાજકીય પક્ષોનો ખેલ બગાડ્યા બાદ સત્તા હાસિલ કરતા હવે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત તરફ કેન્દ્રિત થઈ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ-BTP 2.0 નું ગઠબંધન હવે મુલાકાતોનો દોર વધારી બેઠકો કરી તેને આખરી ઓપ આપવા તરફ વધી રહ્યું છે.આપ-BTP 2.0 ગઠબંધન જોકે હજી સુધી ફાઇનલ થઈ શક્યું નથી. બિટીપીની રીક્ષામાં સવાર થઈ આપને ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ હોવાનું MLA મહેશ વસાવાએ નિર્દેશ કર્યો છે.કેજરીવાલ ઈચ્છે છે કે, BTP આપમાં જોડાઈ ચૂંટણી લડે જ્યારે છોટુભાઈ વસાવાની ઈચ્છા BTP અને AAP ના ગઠબંધનની છે. આ અંગેનું કારણ જણાવતા MLA મહેશ વસાવા એ કહ્યું હતું કે, કેજરીવાલનો વિષય છે, આપ માંથી લડો. જ્યારે અમારો ગઠબંધન.કોંગ્રેસ-ભાજપ સામે MLA છોટુ વસાવા અને અમે 55 વરસથી સંઘર્ષ કરીએ છીએ. અમારા મુદ્દા સંવિધાન, તમામનો સર્વાંગી વિકાસ, મૂળભૂત અધિકારો, ST, SC, OBC, માઈનોરિટી તમામને સાથે લઈને ચાલવાનો અને તેમને તેમના બંધારણીય અધિકારો સાથે પ્રાથમિક સવલતો આપવાનો છે.દિલ્હીમાં અમે જ્યારે જતા ત્યારે પાનનો ગલ્લો, રક્ષાવાળો, લારીવાળો કે બસવાળાને પૂછયે તો એ જ કહે, કેજરીવાલ જ ચાલે અહીં તો. એવી જ રીતે છોટુભાઈ કોંગ્રેસ-ભાજપ સામે 55 વરસથી ચાલતા હોય આપ ના બેનર હેઠળ કઈ રીતે ચૂંટણી લડાઈ. ગઠબંધન ઉપર સહમતી સંધાશે તો ગુજરાતની ચૂંટણી માટે BTP આપ જોડે આગળ વધશે.જો BTP અને AAP નું ગઠબંધન થયું તો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેશે તેમ પણ મહેશ વસાવાએ કહ્યું હતું.