અંકલેશ્વરના મોતાલી ગામ ખાતે આવેલ શ્રી વીલ રેસિડનસી થયેલ ચોરી માં 4 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા 2 દિવસ પહેલા રાત્રી ના તસ્કરો રોકડ રકમ , કેમેરા તેમજ ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચોરી કરી ગયા હતા. તસ્કરો પાર્ક કરેલ ઇકો કારના કાચ પણ તોડી પાડ્યો હતો. 12.300 રૂપિયા ની ચોરી તેમજ ઇકો કાર ને નુકસાન ફરિયાદ નોંધી હતી. પોલીસે ગણતરીના દિવસો માં સીસીટીવી કેમેરા આધારે આરોપી ઝડપી પાડ્યા હતા. 8થી 9 એપ્રિલની રાત્રી દરમિયાન અંકલેશ્વર તાલુકા માં મોતાલી ગામ ખાતે શ્રી વિલા રેસિડેન્સી ખાતે કન્સ્ટ્રકશન સાઈડ આવેલી છે.જ્યાં ગત રાત્રી ના તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસ નો નકુચો તોડી ઓફિસ માં પ્રવેશ્યા હતા અને અંદર રોકડ રૂપિયા 4000 તેમજ ચાંદી ના સિક્કો કિંમત રૂપિયા 1000 તેમજ જીટીપીએલ નું સેટઅપ તેમજ નેટ રાઉટર અને વિઝન કંપની 2 કેમેરા મળી કુલ 12.300 રૂપિયા ના સમાન ની ચોરી કરી હતી આ ઉપરાંત તસ્કરો પાર્ક કરેલ ઇકો કાર નો કાચ પણ તોડી પાડ્યો હતો અને વાયરીંગ કાઢી નાખ્યું હતું.સવારે સાઈડ પર વિજયભાઈ મોહનભાઇ વાવૈયા આવતા પોતાની ઓફિસ માં ચોરી થઇ હોવાનું માલુમ પડતા આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 12.300 રૂપિયા ની ચોરી અને ઇકો કારને 5000 રૂપિયાની નુકશાની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી. ઘટનામાં પોલીસ દ્વારા સ્થળ પર થી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જે આધારે પોલીસે એ રવિ સિંગ લોઘી, સુરજ બિપીનચંદ્ર પટેલ, પરીક્ષિત ઉર્ફે પરેશ કાંતિલાલ પટેલ અને અનુપ ગિરિધર ધગેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે રિમાન્ડની તજવીજ આરંભી હતી.
મોતાલીની શ્રી વીલા રેસિડન્સીમાં ચોરી કરનારા 4 ગઠિયા ઝડપાયા
Views: 74
Read Time:2 Minute, 26 Second