ગુજરાતની વિધાન સભામાં હાલ સત્ર ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર રાજ્યના આદીવાસી વિસ્તારમાં વિકાસની વાતો ને પોકળ સાબિત કરી બતાવતા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભા સત્રમાં સરકારનો વિકાસના મુદ્દે ઘેરાવો કર્યો હતો. એક પછી એક પ્રશ્નોની ધડાકા ભેર રજૂઆત કરી તેમનનો સમય પૂરો થઇ ગયો પણ ધારાસભ્ય ના પ્રશ્નો પુરા ના થયા એમણે બસ સેવાના અભાવે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તો એનો જવાબદાર કોણ, પી.ડી.વસાવાએ નીતિન પટેલને એમ પણ પૂછ્યું હતું કે SOU ને જોડતો રસ્તો ઉબડખાબડ કેમ છે. કેમ નર્મદા ડેમનું પાણી સ્થાનિક 70 ગામના લોકોને માંથી મળતું. શાળામાં શિક્ષકો નથી કથળતું શિક્ષણ સહીત ના પ્રશ્નો પૂછ્યા આખરે આ આ બધું કરવાની જવાબદારી સરકારની છે. તેમ કહી જવાબ માંગ્યો હતો.ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ MLA પી.ડી.વસાવાએ વિકાસ મુદ્દે સરકારનો ઘેરાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો અને યોગ્ય સુવિધાઓ ન હોવાને લીધે પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યુ છે.ગુણવત્તા વાળુ પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી ગુજરાત સરકારની છે.યોગ્ય બસની સગવડો ન હોવાને લીધે માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ અર્થે પહોંચી શકતા નથી, પરિણામે એમનું શિક્ષણ બગડે છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બસોની ફાળવણી થવી જોઈએ.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી રાજપીપળા સુધીનો અમુક રસ્તો ઉબડખાબડ છે, કેટલી વાર રજૂઆતો છતાં કેમ બનતો નથી એ નીતિન પટેલ મને જણાવે.ચાણોદ-પોઈચા પુલ વર્ષમાં 2-3 વાર તો રીપેરીંગ થાય છે, એક નવો પુલ બને એટલો તો ખર્ચ પુલના રીપેરીંગ પાછળ ખર્ચો થયો છે, મારી માંગ છે કે, આ પુલની બાજુમાં એક નવો પુલ સરકાર બનાવે.
વિધાનસભામાં રજૂઆત:સરદાર સરોવર યોજના સ્થાનિક 70 ગામના ખેડૂતો માટે આફત સમાન: પી.ડી.વસાવા..
Views: 80
Read Time:2 Minute, 39 Second