વડાપ્રધાનના 8 વર્ષના શાસનની ભરૂચ જિલ્લા ભાજપે ઉજવણી કરી, જિલ્લાના વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરાઇ

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતમાં અને ભરૂચમાં આ 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આપી હતી.ભરૂચ જિલ્લામાં વિધાનસભા અને લોકસભા મત વિસ્તાર મુજબ સાકાર થયેલા અનેક પ્રકલ્પો, આગામી યોજનાનો ચિતાર અપાયો હતો. સાથે આગામી સમયમાં રિવરફ્રન્ટ, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, નવા ફ્લાયઓવર, નોન પ્લાન રસ્તા, લિવેબલ ભરૂચ, એર સ્ટ્રીપ સહિતની વિગતવાર માહિતી અપાઈ હતી.ભરૂચ જિલ્લા ભાજપ અને તેના વિવિધ મોરચા દ્વારા 5 જુનથી 15 જૂન સુધી 8 વર્ષ વડાપ્રધાનના સુશાસન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જઇ રહ્યાં છે. સાથે જ 10 અને 12 જૂને ખેલે સાંસદ ખેલ પ્રતિયોગીતાનું પણ આયોજન કરાયું છે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિત સાથે મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યાં હતાં.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ, 21 વિદ્યાર્થીઓના A-1 ગ્રેડ, 963 નાપાસ

Sat Jun 4 , 2022
ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 […]

You May Like

Breaking News