

ભરુચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાઈ જતા ત્રણના કરનું મોત નિપજ્યા છે જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇ સારવાર મળે તે પહેલાજ મૃત્યુ પામ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ વધુ એકે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.